જૂનાગઢઃ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા મંગળવારના રોજ પવિત્ર યાત્રાધામ ગિરનાર પર એક સંકટ મોચક જેવા વિષય પર વેબીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યુનિવર્સિટીના કુલપતિ ચેતન ત્રિવેદી, વિવિધ વિદ્યાશાખાના અધ્યાપકો તેમજ ગિરનાર પરિક્ષેત્રના અગ્રણી સાધુ-સંતો, મહામંડલેશ્વર ભારતીબાપુ, ગોરક્ષનાથ આશ્રમના ગાદીપતિ શેરનાથબાપુ, પ્રખર અભ્યાસુ અને પૂર્વ અધ્યાપક એવા નિરંજનભાઈ રાજ્યગુરૂ આ વેબીનારમાં સામેલ થઈને ગિરનાર ઉપર પોતાના વિચારોનું આદાન-પ્રદાન કર્યું હતું.
ગિરનાર પર્વતને હિમાલયનો દાદા ગુરુ માનવામાં આવે છે. ગિરનારના ગાઢ રહસ્યો અને તેની દૈવિય શક્તિ પર આજે સમગ્ર વિશ્વમાં સંશોધનો થઈ રહ્યા છે, કેટલાક વિદેશના અભ્યાસુઓ ગિરનાર પર સંશોધન કરવા માટે જૂનાગઢની ભૂમિ પર અવાર-નવાર આવતા રહ્યા છે. ત્યારે આવા સમયે ગિરનારનું ધાર્મિક અને પ્રાચીન મહત્વની સાથે તેનું વૈશ્વિક મહત્વ શું હોઈ શકે અને ગિરનારમાં જે પ્રાપ્ત શક્તિઓ છે. તેના દ્વારા જે હકારાત્મક ઊર્જા સમગ્ર સૃષ્ટિને મળે છે. તેને લઈને ગિરનાર આજે પણ રાષ્ટ્રની સાથે વિશ્વના સંશોધન કારો માટે પણ એક મુકામ બની રહ્યો છે.
આજે ગિરનારના મહત્વ અને તેની દૈવિય શક્તિને લઈને એક દિવસના વેબીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વેબીનારમાં ઉપસ્થિત સાધુ-સંતો અને યુનિવર્સિટીના કુલપતિ તેમજ અઘ્યાપકોએ ગિરનાર પર તેમના વિચારોનું આદાન-પ્રદાન કર્યું હતું.