ETV Bharat / state

જૂનાગઢ મનપાએ રેગ પિકર્સ શ્રમજીવી યોજના અંગે યોજી બેઠક - RAGE PICKERS

જૂનાગઢ મનપાએ રેગ પિકર્સ શ્રમજીવી આર્થિક વિકાસ યોજનાને લઈને બેઠકનું આયોજન કર્યું હતું. આ બેઠકમાં જૂનાગઢ શહેરમાં પ્લાસ્ટિક વીણીને પોતાનો જીવન નિર્વાહ કરતા પ્લાસ્ટિકના બદલામાં તેમનું યોગ્ય વળતર મળે તેમજ શ્રમજીવીઓમાં સમગ્ર યોજના બાબતે માહિતી મળે તે માટે રેગ પિકર્સ યોજનાની અમલવારીને લઈને બેઠક મળી હતી.

જૂનાગઢ મનપાએ રેગ પિકર્સ શ્રમજીવી યોજના અંગે યોજી બેઠક

author img

By

Published : Mar 13, 2021, 11:12 AM IST

  • પ્લાસ્ટિક વીણીને જીવન ગુજારતા શ્રમજીવીઓ માટે મનપાએ બનાવી યોજના
  • રેગ પિકર્સ શ્રમજીવી આર્થિક વિકાસ યોજના લોકો સુધી પહોંચે તે માટેનો પ્રયાસ
  • પ્લાસ્ટિક વીણીને જીવન નિર્વાહ કરતા લોકો માટે મનપા બની સક્રિય

જૂનાગઢ: મનપાએ રેગ પિકર્સ શ્રમજીવી આર્થિક વિકાસ યોજનાને લઈને બેઠકનું આયોજન કર્યું હતું. આ બેઠકમાં જૂનાગઢ શહેરમાં પ્લાસ્ટિક વીણીને પોતાનો જીવન નિર્વાહ કરતા પ્લાસ્ટિકના બદલામાં તેમનું યોગ્ય વળતર મળે તેમજ શ્રમજીવીઓમાં સમગ્ર યોજના બાબતે માહિતી મળે તે માટે રેગ પિકર્સ યોજનાની અમલવારીને લઈને બેઠક મળી હતી.

આ પણ વાંચો: જૂનાગઢ મનપાની સ્થાયી સમિતિએ 90 લાખ કરતા વધુના વિકાસના કામોને કર્યા મંજૂર

જૂનાગઢ મનપામાં યોજનાના અમલીકરણ બાબતે બેઠકનું આયોજન

રાજ્ય સરકાર દ્વારા પ્લાસ્ટિકમુક્ત ગુજરાતની કલ્પના વ્યક્ત કરાઈ છે. તે મુજબ પ્લાસ્ટિકનું પ્રદૂષણ સમગ્ર રાજ્યમાંથી દિવસેને દિવસે ખૂબ ઓછું થાય અને થયેલા પ્લાસ્ટિકના પ્રદુષણને યોગ્ય સમયે તેમજ યોગ્ય જગ્યાએ તેનો નિકાલ કરવામાં આવે તે માટે રાજ્ય સરકાર દ્વારા રેગ પિકર્સ શ્રમજીવી આર્થિક વિકાસ યોજના અમલમાં મૂકી છે. આ યોજના અંતર્ગત પ્લાસ્ટિકનો કચરો વીણીને જીવન નિર્વાહ કરતા શ્રમજીવીઓને સરકાર પ્લાસ્ટિકના બદલામાં આર્થિક સહાય આપવા માટેની શ્રમજીવી યોજના અમલમાં લાવવા જઈ રહી છે. જેને લઇને જૂનાગઢ મનપામાં યોજનાના અમલીકરણ બાબતે બેઠકનું આયોજન થયું હતું.

આ પણ વાંચો: જૂનાગઢમાં પાઇપલાઇન મારફતે રાંધણ ગેસ પહોંચાડવાની કામગીરીનો પ્રારંભ

યોજના અંતર્ગત શ્રમજીવીઓનું આર્થિક સ્તર ઉંચુ લાવવા માટેના થશે પ્રયાસો

આ યોજનાનો અમલવારી પાછળ રાજ્ય સરકાર પ્લાસ્ટિકનો કચરો વીણીને રોજગારી મેળવતા શ્રમજીવીઓના આર્થિક વિકાસમાં ફાળો આપવા માટે પહેલ કરી છે પ્લાસ્ટિકનો કચરો વીણી ને કોઈ એક નિર્ધારિત જગ્યાએ તેને વહેંચવા આવતાં રજિસ્ટર થયેલા શ્રમજીવીને પ્રતિ એક કિલો પ્લાસ્ટિકના કચરાના બદલામાં ત્રણ રૂપિયા ચૂકવવામાં આવશે અને એક દિવસમાં એક વ્યક્તિ પાસેથી આ પ્રકારે પ્લાસ્ટિકનો 10 કિલો કચરો લેવાનું આયોજન જૂનાગઢ મનપા કરી રહી છે જેનુ આર્થિક વળતર સીધું તેમના બેંકના ખાતામાં જમા થઈ જાય તે પ્રકારની વ્યવસ્થા પણ મ્યુનિસિપલ કોર્પોરેશન કરી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.