ETV Bharat / state

લોકડાઉનનો સમયગાળો જૂનાગઢ શહેર માટે બની રહ્યો આશીર્વાદ સમાન - જૂનાગઢ મનપા

કોરોના વાઈરસની વૈશ્વિક મહામારીની વચ્ચે આપવામાં આવેલું લોકડાઉન જૂનાગઢ શહેર અને મનપા માટે આશીર્વાદ સમાન બની રહ્યું છે. ગત વર્ષે કરોડો લીટર પાણી ટેન્કર દ્વારા શહેરના 15 વોર્ડમાં પૂરું પાડવામાં આવ્યું હતું. ત્યારે આ વર્ષે એક પણ ટીપુ પાણી વધારાના ટેન્કર મારફતે પૂરું પાડવાની ફરજ જૂનાગઢ મનપાને આજ દિન સુધી પડી નહતી.

junagadh
જૂનાગઢ
author img

By

Published : Jun 6, 2020, 2:31 PM IST

જૂનાગઢ: કોરોના વાઈરસની વૈશ્વિક મહામારીની વચ્ચે આપવામાં આવેલું લોકડાઉન જૂનાગઢ શહેર અને મનપા માટે આશીર્વાદ સમાન બની રહ્યું છે. ગત વર્ષે કરોડો લીટર પાણી ટેન્કર દ્વારા શહેરના 15 વોર્ડમાં પૂરું પાડવામાં આવ્યું હતું. ત્યારે આ વર્ષે એક પણ ટીપુ પાણી વધારાના ટેન્કર મારફતે પૂરું પાડવાની ફરજ જૂનાગઢ મનપાને આજ દિન સુધી પડી નહતી.

લોકડાઉનનો સમયગાળો જૂનાગઢ શહેર માટે બની રહ્યો આશીર્વાદ સમાન
ગત વર્ષે મનપા દ્વારા દૈનિક ધોરણે 400 ટેન્કરો દોડાવવામાં આવતા હતા. જે સમગ્ર ઉનાળાના ત્રણ મહિના સુધી મનપાના 15 જેટલા વોર્ડમાં પાણી પૂરું પાડી રહ્યા હતા. જેનો હિસાબ કરીએ તો ગત વર્ષે 36 હજાર ટેન્કર ત્રણ મહિના માટે દોડાવવાની ફરજ મનપાના સત્તાધીશોને પડી હતી. દૈનિક 3 હજાર લિટરનું એક ટેન્કર મહિને 3 કરોડ 60 લાખ લીટર પાણી વિવિધ વોર્ડમાં પૂરું પડાતું હતું. જે મુજબ ત્રણ મહિના દરમિયાન 108 કરોડ લીટર કરતા વધુ પાણી મનપા દ્વારા ટેન્કર મારફત વિવિધ વોર્ડમાં પહોંચતું કર્યું હતું.
junagadh
લોકડાઉનનો સમયગાળો જૂનાગઢ શહેર માટે બની રહ્યો આશીર્વાદ સમાન
ત્યારે પાછલા 70 દિવસથી લોકડાઉન ચાલી રહ્યું છે. આ સમય દરમિયાન પાણીનો વપરાશ અને પાણીના વ્યય પર ખૂબ જ મોટો કાબુ આવ્યો હોય તે પ્રકારે જૂનાગઢ મનપા દ્વારા આજ દિન સુધીમાં વધારાનું એક પણ ટીપું પાણી ટેન્કર મારફતે પુરુ પાડવામાં આવ્યું નથી. તેને જોતા એવું કહી શકાય કે, કોરોના વાયરસ જેવી મહામારી બાદ આપવામાં આવેલું લોકડાઉન જૂનાગઢ શહેર અને મનપા માટે ખૂબ જ આશિર્વાદ સમાન સાબિત થયું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.