જૂનાગઢ વર્તમાન કલિયુગમાં જ્યારે લોકો માનવીઓની સેવા (Womens Animal Service) કરવામાં ખચકાય છે. ત્યારે જૂનાગઢની એક મહિલા આવા સમયમાં પ્રાણીઓની સેવા કરીને જીવદયાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહી છે. આપણે સૌ જાણીએ છીએ કે, અત્યારે કેટલાક લોકોને બીમાર લોકોની (Cat take care in Junagadh) સેવા કરવામાં પણ જોર આવે છે. ત્યારે આવા કપરા સમયમાં જૂનાગઢની મહિલા અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે.
મુંબઈ, ગોવા બાદ અહીં પણ કરી રહી છે સેવા જૂનાગઢનાં આર્કિટેક્ટ એન્જિનિયર સુહાની શાહ મુંબઈ અને ગોવા બાદ આજે જૂનાગઢમાં 40 જેટલી દેશી બિલાડીઓની દેખરેખ રાખી રહી છે. તો આવો જાણીએ શું છે બિલાડીઓની સારવાર (Cats Treatment in Junagadh), દેખરેખ (Cat take care in Junagadh) અને તેને સાચવવાના શોખ પાછળનો વિચાર.
મહિલા બિલાડીઓ માટે બની હમદર્દ જૂનાગઢ સુહાની શાહ દ્વારા રાઉન્ડ ટ્રી ફાઉન્ડેશનની (Junagadh Lady run Foundation) સ્થાપના કરીને વર્ષ 2013થી રખડતી અને બીમાર તેમ જ માલિકવિહોણી જોવા મળતી બિલાડીઓ (take care for Cats) માટે એક અનોખો કેમ્પ શરૂ કર્યો છે, જેમાં આજે 40 કરતાં વધુ અનાથ અથવા તો બીમાર કે કોઈ વ્યક્તિઓ દ્વારા ત્યજી દીધેલી બિલાડીઓને રાખવામાં આવી રહી છે.
9 વર્ષ પહેલા કરી હતી શરૂઆત સુહાની શાહનો આ પ્રાણીપ્રેમ માનવ સેવાની (Womens Animal Service) એક નવી એહલેક જગાવી રહ્યો છે. એક તરફ લોકો પ્રાણીઓને પોતાના ઘરમાં રાખે છે. બીજી તરફ આ પ્રાણીઓ બીમાર થવાની પરિસ્થિતિમાં તેને રઝળતા કરી મૂકે છે. આવી બિલાડીઓને સુહાની શાહ પોતાના ઘરે લાવીને તેની દેખભાળ કરવાની સાથે પરિવારના સભ્ય તરીકે પાળીને માનવ સેવાની સુવાસ ફેલાવી રહી છે. સુહાની શાહનું આ અભિયાન વર્ષ 2013થી મુંબઇમાં શરૂ થયું, જે ગોવા અને હાલ જૂનાગઢમાં જોવા મળી રહ્યું છે. રખડતી બીમાર અથવા તો લાવારીશ બિલાડીઓની દેખરેખ (Cat take care in Junagadh) રાખવાની શરૂઆત આજથી 9 વર્ષ પૂર્વે થઈ હતી, જે આજે 40 બિલાડીઓના એક પરિવાર સાથે અભિયાન આગળ વધી રહ્યું છે.
જૂનાગઢનો શાહ પરિવાર લાવારીશ બિલાડીઓ માટે આવ્યો આગળ સુહાની શાહે મુંબઈ તેમ જ ગોવામાં બિલાડીઓ સાથે રાખવાને લઈને અનેક સમસ્યાનો સામનો કરવો પડ્યો છે. પ્રાણીપ્રેમને લઈને બિલાડી સાથે રહેતી સુહાની શાહ પોતે આર્કિટેક્ટ એન્જિનિયર છે. તે બિલાડી (take care for Cats) પાળવાના શોખને લઈને અનેક મુશ્કેલીઓમાંથી પસાર થઈ છે. તેમ છતાં તે એક માત્ર જીવદયાના ઉદ્દેશ્યને સાથે આજે 40 કરતા વધારે દેશી બિલાડીઓની દેખભાળ કરી રહી છે.
મુંબઈમાં અનેક વખત મકાન બદલવાની ફરજ પડી. પરંતુ બિલાડીઓ રાખવાનો શોખ એટલી હદે મુશ્કેલી ઊભો કરતો ગયો કે. સુહાનીને મુંબઈ છોડીને ગોવા જવું પડ્યું હતું. તેમ છતાં જીવદયા એક માત્ર શોખ ધરાવતી સુહાની શાહ બિલાડીઓને છોડવાને લઈને મકાનમાલિકની દયાહીનતા સામે બિલાડીઓને નહીં છોડવાનો મક્કમ નિર્ણય કર્યો ને આજે તે ગોવા છોડીને પોતાના વતન જૂનાગઢ આવી પહોંચી છે. અહીં પણ બિલાડીઓને રહેવા તેમ જ તેની તમામ દેખરેખ રાખવા માટે તે પોતાનો સમય આપીને જીવદયાનું આદર્શ ઉદાહરણ બની રહી છે.
40 કરતાં વધુ બિલાડીઓ પાછળ પ્રતિદિન થાય છે હજાર કરતાં વધુનો ખર્ચ સુહાની શાહ પાસે રહેલી કરતા 40 કરતા વધુ બિલાડીઓની દેખરેખ (Cat take care in Junagadh) પાછળ પ્રતિ દિવસ 1,000થી લઈને 2,000 રૂપિયા સુધીનો ખર્ચ થાય છે. સુહાનીના બિલાડી (take care for Cats) પાડવાના શોખને લઈને તેમણે ETV Bharat સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, વર્ષ 2013માં તેમણે પ્રથમ બિમાર હાલતમાં બિલાડી મુંબઇમાંથી મળી હતી અને તેની સેવા (Womens Animal Service) તેણે ઘરમાં રાખીને કરી અને બિલાડીને એકદમ તંદુરસ્ત બનાવી.
ઘરમાં બિલાડીઓની દેખરેખ રાખે છે ત્યારથી બીમાર લોકો દ્વારા છોડી મૂકવામાં આવેલી અને આનથ બિલાડીઓને પાળવાની તેમની મનોવૃત્તિ ખૂબ જાગૃત થવા લાગી અને આજે તેમની પાસે ભારત ની દેશી જાતની મુંબઈ-ગોવા અને ગુજરાતની મળીને કુલ ૪૦ કરતાં વધુ બિલાડીઓ તેમના જૂનાગઢ ખાતેના ઘરમાં રાખવામાં આવી છે જેની દેખરેખ (Cat take care in Junagadh) માટે સુહાની અને તેમના માતા અને પિતા કરી રહ્યા છે ૪૦ જેટલી બિલાડી આજે જૂનાગઢના સુહાની શાહ પરિવાર માટે પરિવારના સભ્યો જેટ્લુજ માન અને સન્માન મેળવી રહી છે.