ETV Bharat / state

Junagadh Lion: ગીર દેવડીયા સફારી પાર્કમાં એકદમ નજીકથી સિંહ દર્શન કરતા પ્રવાસીઓ - tourist rush sinh

જૂનાગઢમાં આવેલા ગીર દેવડીયા સફારી પાર્કમાં સિંહ દર્શન કરતા પ્રવાસીઓનો વિડિયો સોશિયલ મડિયા વાયરલ થયો છે. આ ઘટના 30 માર્ચની છે. પરંતુ એમ છતા આ વિડિયો સોશિયલ મડિયા વાયરલ થઇ રહ્યો છે. સિંહણને એકદમ નજીકથી જોઈને પ્રવાસીઓ પણ રોમાંચિત થઈ ઉઠ્યા હતા.

ગીર દેવડીયા સફારી પાર્કમાં એકદમ નજીકથી સિંહ દર્શન કરતા પ્રવાસીઓ

author img

By

Published : Apr 5, 2023, 1:11 PM IST

Updated : Apr 5, 2023, 2:06 PM IST

ગીર દેવડીયા સફારી પાર્કમાં એકદમ નજીકથી સિંહ દર્શન કરતા પ્રવાસીઓ

જૂનાગઢ: ગીરમાં અવાર-નવાર સાવજોના વિડિયો વાયરલ થતા હોય છે. ફરીવાર એક વિડિયો વાયરલ થયો છે. જેમાં પ્રવાસીઓ ગીર દેવળીયા સફારી પાર્કમાં ગયા હશે. તે સમયે પ્રવાસીઓ સિંહને જોઇને રોમાંચિત થઈ ઊઠ્યા હતા. જોકે ગીરના લોકો માટે આ સામાન્ય વાત કહેવાય. પરંતુ બહારથી આવતા લોકોમાં સિંહને જોવામાં વધારે રસ હોય છે. જો સિંહ જોવા મળી જાઇ તો આશ્ચર્યજનક પામે છે. હાલ તો આ વિડિયો વાયરલ થઇ રહ્યો છે. લોકો આ વિડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે.

કેમેરામાં કેદ થયા:ગીર દેવળીયા સફારી પાર્કમાં એકદમ નજીકથી સિંહ દર્શન કરીને પ્રવાસીઓ રોમાંચિત થઈ ઊઠ્યા હતા. આ ઘટના 30 માર્ચની છે. જ્યારે દેવળિયા સફારી પાર્કના સિંહ દર્શન વિસ્તારમાં બે યુવાન સિંહણો જોવા મળે છે. જે ગમ્મત અને મસ્તી સાથે જાણે કે જીપ્સીની ચકાસણી કરતી હોય તે પ્રકારના દ્રશ્યો વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફર કરીમ કડીવાર ના કેમેરામાં કેદ થયા છે. સિંહણને એકદમ નજીકથી જોઈને પ્રવાસીઓ પણ રોમાંચિત થઈ ઉઠ્યા હતા.

આ પણ વાંચો Junagadh News : આ શ્રાવક પરિવાર ઉપાશ્રયોને પુરા પાડે છે વિનામૂલ્યે શેકેલા ગાંઠિયા

સિંહની વર્તણુકનો વિડીયો: ગીર દેવડીયા સફારી પાર્કમાં સિંહ દર્શન માટે આવેલા પ્રવાસીઓ બે યુવાન સિંહણોના એકદમ નજીકથી દર્શન કરીને ભારે રોમાંચિત થઈ ઉઠ્યા હતા. તારીખ 30 માર્ચ ના દિવસે પ્રવાસીઓ ગીર દેવળીયા સફારી પાર્કની મુલાકાતે હતા. આ દરમિયાન સિંહ દર્શનના માર્ગ પર બે સિંહણો આવી જતા પ્રવાસીઓએ એકદમ નજીકથી સિંહણોના દર્શન કરીને રોમાન્ચ અનુભવ્યો હતો. યુવાન સિંહણોના વિડીયો કેમેરામાં કેદ કરવાની તક વન્યજીવ ફોટોગ્રાફર કરીમ કડીવાર ને પ્રાપ્ત થઈ છે. જે અવારનવાર સાસણ અને ગીર દેવળીયા સફારી પાર્કની મુલાકાતે આવતા હોય છે. ત્યારે વધુ એક વખત સિંહની વર્તણુકનો વિડિયો તેને કેમેરામાં કેદ કરવાની તક મળી હતી.

આ પણ વાંચો Junagadh News : બદલાતા વાતાવરણ વચ્ચે શાકભાજીના ભાવે તેજીની પકડી સ્પીડ

સિંહણની વર્તણૂંક: આ વિડિયો સોશિયલ મીડિયામાં પણ ધીમે ધીમે વાઇરલ થઈ રહ્યો છે. તસવીર પણ સોશિયલ મીડિયા સહિત અનેક માધ્યમોમાં વાયરલ થઈ છે. પરંતુ આ પ્રકારની વર્તણૂક કોઈપણ પ્રાણીમાં બિલકુલ સામાન્યપણે જોવા મળે છે. વીડિયોમાં સિંહણ જીપ્સીના ટાયર ઉપર અન્ય પશુ કે પ્રાણીના મૂત્રની સુગંધ છે કે નહીં તે તપાસી રહી છે. જેને બિલકુલ સામાન્ય અને સિંહણોની વર્તણુક તરીકે જોવામાં આવે છે. કોઈપણ પશુ કે પ્રાણી તેના વિસ્તારની હદ નિર્ધારિત કરવા તેમજ તેમના વિસ્તારમાં અન્ય પશુ કે પ્રાણીની ઘુસણખોરી થઈ છે કે કેમ તેની તપાસ કરવા માટે મૂત્રની સુગંધ લેતા હોય છે. વન્યજીવોમાં આ પ્રકારની વર્તણુક બિલકુલ સામાન્ય પણે જોવા મળે છે.

Last Updated : Apr 5, 2023, 2:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.