ETV Bharat / state

Junagadh Crime: વેરાવળ ડોક્ટર અતુલ ચગ આત્મહત્યા મામલે અન્ય ડોક્ટરે રાજેશ ચુડાસમા પર સાધ્યું નિશાન

જૂનાગઢમાં ડોક્ટરની આત્મહત્યા કેસમાં પોલીસ તપાસ કરી રહી છે. તેવામાં હવે જૂનાગઢના ડોક્ટર જલ્પન રૂપાપરાએ આ અંગે વધુ માહિતી આપી હતી. સાથે જ તેઓ પૈસાની લેતીદેતી મામલે ડોક્ટરે આત્મહત્યા કરી હોવાનું માની રહ્યા છે.

author img

By

Published : Feb 14, 2023, 3:17 PM IST

Junagadh Crime: વેરાવળ ડોક્ટર અતુલ ચગ આત્મહત્યા મામલે અન્ય ડોક્ટરે રાજેશ ચુડાસમા પર સાધ્યું નિશાન
Junagadh Crime: વેરાવળ ડોક્ટર અતુલ ચગ આત્મહત્યા મામલે અન્ય ડોક્ટરે રાજેશ ચુડાસમા પર સાધ્યું નિશાન

જૂનાગઢઃ વેરાવળના ડોક્ટર અતુલ ચગની આત્મહત્યા બાદ મામલો ગરમાયો છે. આ મામલે હવે જૂનાગઢના તબીબ જલ્પન રૂપાપરાએ ઝંપલાવ્યું છે. વેરાવળમાં ડોક્ટર અતુલ ચગ સાથે જલ્પન રૂપાપરાની મુલાકાત દરમિયાન અંદાજિત બેથી અઢી કરોડ રૂપિયા નારાયણભાઈ અને રાજેશ ચુડાસમા પાસેથી લેવાની હકીકતો સામે આવી હતી. તેને લઈને ડોક્ટર અતુલ ચગે આત્મહત્યા કરી હશે તેવું ડો. જલ્પન રૂપાપરા માની રહ્યા છે.

આ પણ વાંચોઃ Veraval Doctor Suicide : તબીબ અતુલ ચગની આત્મહત્યાની સુસાઈટ નોટમાં નામ ખુલ્યા તે કોણ

ડોક્ટર જલ્પન રૂપાપરાએ કર્યા આક્ષેપઃ આજથી 10 મહિના પહેલા ડોક્ટર જલ્પન રૂપાપરાની મુલાકાત વેરાવળના ડોક્ટર અતુલ ચગની હોસ્પિટલમાં થઈ હતી. તે સમયે રૂપાપરાને જણાવ્યું હતું કે, ચોરવાડના નારણભાઈ ચુડાસમા પાસેથી તેમને ખૂબ મોટી રકમ પરત લેવાની બાકી છે. આ સમયે તેમણે ડોક્ટર જલ્પન રૂપાપરાને નારણભાઈને આપેલા ચેકની વિગતો પણ બતાવી હતી. વધુમાં આ રૂપિયા પરત લેવાના છે. તેને લઈને અનેક વખત નારણભાઈ ચુડાસમા અને રાજેશ ચુડાસમાને વિનંતી કરવામાં આવી હતી. તેમ છતાં તેઓ રૂપિયા પરત આપવા માટે આનાકાની કરી રહ્યા હતા, જેના કારણે ડોક્ટર અતુલ ચગે આત્મહત્યા કરી હશે તેવું ડોક્ટર જલ્પન રૂપાપરા માની રહ્યા છે.

ડો. જલ્પન રૂપાપરાએ આપી માહિતી
ડો. જલ્પન રૂપાપરાએ આપી માહિતી

સાંસદ પરિમલ નથવાણીએ પણ સચોટ તપાસની કરી માગઃ રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ પણ ડોક્ટર અતુલ ચગના આત્મહત્યા કેસને લઈને ટ્વિટરના માધ્યમથી શોક વ્યક્ત કર્યો હતો. સાથે જ તેમણે મૃતકના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. મૃતક અતુલ ચગના આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના કરી હતી. વધુમાં તેમણે ટ્વિટરના માધ્યમથી સમગ્ર મામલામાં ખૂબ જ સચોટ અને પારદર્શિ તપાસ કરીને ડોક્ટર અતુલ ચગને ન્યાય આપવામાં આવે તેવી માગ રાજ્યના ગૃહ વિભાગને કરી હતી.

સાંસદ પરિમલ નથવાણીએ શોક વ્યક્ત કર્યો
સાંસદ પરિમલ નથવાણીએ શોક વ્યક્ત કર્યો

આ પણ વાંચો Veraval Crime : વેરાવળના નામાંકિત તબીબનો આપઘાત, ઘટનાસ્થળેથી મળી સુસાઈડ નોટ

પોલીસે શરૂ કર્યો તપાસનો ધમધમાટઃ ખ્યાતનામ તબીબ અતુલ ચગે ગઈકાલે આત્મહત્યા કરવાના મામલામાં વેરાવળ પોલીસે હવે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આત્મહત્યા પહેલા ડોક્ટર અતુલ ચગે સ્યુસાઈડ નોટ લખી હતી. તેમાં જે વ્યક્તિના નામોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેને લઈને પણ પોલીસ વધુ તપાસ કરી રહી હતી. સાથે જ મૃતક તબીબ રાજકીય રીતે કોઈ કનેક્શન ધરાવે છે કે કેમ તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. આ સ્યુસાઈડ નોટના આધારે આધારે પોલીસે ફોરેન્સિક નિષ્ણાતોની પણ મદદ લીધી છે. જ્યારે સ્યુસાઈડ નોટમાં જે અક્ષરો લખાયેલા છે. તે ડોક્ટર અતુલ ચગના જ છે કે કેમ, તેને લઈને પણ હેન્ડ રાઇટિંગ એક્સપર્ટનો અભિપ્રાય પણ મેળવી રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.