જૂનાગઢ: જુનાગઢ જિલ્લાના વિસાવદર અને ભેસાણમાં દબાણ હટાવો કામગીરી શરૂ કરવામાં આવી છે. જિલ્લા વહીવટી તંત્ર માર્ગ અને મકાન તેમજ પોલીસ વિભાગના અધિકારી અને કર્મચારી હાજરી વચ્ચે આજે વહેલી સવારથી શહેરના રાજ્ય ધોરી માર્ગ પર કરવામાં આવેલા નાના-મોટા દબાણોને દૂર કરવાની કામગીરી શરૂ કરાઈ છે. દબાણ દૂર કરતા પૂર્વે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દબાણકર્તાઓને નોટિસ પાઠવી તેમનું દબાણ સ્વચ્છતાએ દૂર કરે તેવી વાત કરી હતી કેટલાક દબાણકારોએ તેમનું દબાણ છે દૂર કર્યું હતું. તો કેટલાક દબાણ આજે પણ જોવા મળતા વહીવટી તંત્રએ તેને દૂર કરવાની કામગીરી શરૂ કરી છે.
અધિક્ષક ઇજનેર આપી માહિતી: વિસાવદર અને ભેંસાણ નગરપાલિકા વિસ્તારમાં આવતા મોટા દબાણકારો પાસે હજુ પણ 48 કલાક જેટલો સમય બાકી છે. વહીવટી તંત્ર દ્વારા આવા તમામ દબાણકર્તાઓને 48 કલાકની અંદર તેનું કરાયેલું દબાણ સ્વેચ્છાએ દૂર કરે તેવી અંતિમ નોટિસ પાઠવી છે. ભેસાણના અધિક્ષક ઈજનેરે જણાવ્યું હતું કે, તંત્રના અધિકારી અને કર્મચારીઓ દ્વારા કોઈ પણ પ્રકારની નોટિસ પાઠવ્યા વિના તમામ દબાણોને દૂર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવશે. જેની તમામ પ્રકારની નૈતિક જવાબદારી દબાણ કરતા જે તે વ્યક્તિ કે એકમોની રહેશે. દબાણ દૂર કરવાની અંતિમ કાર્યવાહી કરવા તરફ માર્ગ અને મકાન વિભાગ પણ આગળ વધી રહ્યું છે.
"આજે દબાણ હટાવો ઝુંબેશ દરમિયાન 60 ટકા કરતાં વધુ દબાણ સ્વેચ્છાએ અથવા તો વહીવટ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓની હાજરીમાં દૂર થયા છે હજુ કેટલાક દબાણકારોએ સરકારી જમીન પરનું દબાણ દૂર કર્યું નથી આવા તમામ લોકોને નોટિસ પાઠવી દબાણ દૂર કરવાની અંતિમ કાર્યવાહી કરવા તરફ માર્ગ અને મકાન વિભાગ પણ આગળ વધી રહ્યું છે" -- વિવેક ગોસ્વામી(ભેસાણના અધિક્ષક ઈજનેર)
લોકોનો સહયોગ આવકાર્યો: વિવેક ગોસ્વામી કે જેઓ નાયબ અધિક્ષક ઇજનેર છે તેમણે આપેલી માહિતી અનુસાર ભેસાણ અને વિસાવદર પ્રાંત અધિકારી કિર્તીબેન રાઠોડે પણ દબાણ હટાવવાની કામગીરીમાં લોકોએ સ્વયંભૂ જે સહકાર આપ્યો છે. તેમની પ્રશંસા કરી છે. આગામી દિવસોમાં ફરી દબાણ ન થાય તે જોવાની નૈતિક ફરજ અદા કરવાની વિનંતી પણ દબાણ કારોને પ્રાંત અધિકારીએ કરી છે. વધુમાં આ પ્રકારે દબાણ હટાવો અભિયાન શરૂ રાખવામાં આવશે લોકો ફરીથી દબાણ ન કરે તેને લઈને માર્ગ મકાન વહીવટી તંત્ર અને પોલીસ અધિકારીઓની સાથે નગરપાલિકા તંત્ર પર સતત ધ્યાન રાખશે. જેથી આ સમસ્યા ફરી એક વખત સામે ના આવે.
આ પણ વાંચો