ETV Bharat / state

Junagadh Crime : મહિલાઓ દ્વારા અને મહિલાઓ માટે ચલાવાતા જુગારધામનો જૂનાગઢ પોલીસે કર્યો પર્દાફાશ - જુગારધામનો પર્દાફાશ

આમ તો લોકો શ્રાવણિયો જુગાર રમતાં વધુ પકડાતાં હોય છે. એવામાં અધિક શ્રાવણમાં ભવનાથ મહાદેવની ભૂમિ જૂનાગઢમાં મહિલાઓ દ્વારા ચલાવાતા મહિલાઓ માટેના જુગારધામનો પર્દાફાશ થતાં શહેરમાં ખળભળાટ મચી ગયો છે.

Junagadh Crime : મહિલાઓ દ્વારા અને મહિલાઓ માટે ચલાવાતા જુગારધામનો જૂનાગઢ પોલીસે કર્યો પર્દાફાશ

author img

By

Published : Aug 3, 2023, 2:21 PM IST

જૂનાગઢ : પુરુષ જુગારીઓને પાછળ રાખતી જૂનાગઢની મહિલા જુગારીઓને પૂર્વ બાતમીને આધારે ઝડપી લેવામાં આવી છે. પોલીસે શહેરના ઝાંઝરડા રોડ વિસ્તારમાં આવેલા એક એપાર્ટમેન્ટમાંથી મહિલાઓ દ્વારા સંચાલિત જુગારધામ ઝડપી પાડ્યું છે. જેમાં આઠ જુગારી મહિલાઓની સાથે પોલીસે 1,68,000 કરતાં વધુનો મુદ્દામાલ પકડી પાડવામાં સફળતા મળી છે.

રહેણાંક એપાર્ટમેન્ટમાં મહિલાઓ જુગાર રમી રહી છે તેવી બાતમીને આધારે અહીં રેડ કરતા અહીંથી જુગાર રમતી આઠ મહિલાઓને ઝડપી પાડવામાં આવી છે. બી ડીવીઝન પોલીસ મથકના કોન્સ્ટેબલ જેઠાભાઈ કોડીયાતર ખુદ ફરિયાદી બન્યા છે. જેને લઈને તમામ આઠ મહિલા જુગારીઓને જુગારધામ એક્ટ નીચે ધરપકડ કરીને પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે..એન. એ. શાહ(PI, બી ડિવિઝન પોલીસ મથક )

મહિલા જુગારધામ ઝડપાયું : જૂનાગઢ પોલીસને મળેલી પૂર્વ બાતમીને આધારે શહેરના ઝાંઝરડા રોડ વિસ્તારમાં આવેલા એક રહેણાંક એપાર્ટમેન્ટના બ્લોક નંબર 201માં રેડ કરતા અહીંથી જુગાર રમતી આઠ મહિલાઓને ઝડપી પાડવામાં સફળતા મળી છે. જુગારધામ ચલાવતી મહિલા નિધિબેન વાછાણીની સાથે અન્ય સાત મહિલાઓને જુગાર રમતી ઝડપી પાડવામાં આવી છે. જેમાં એક લાખ ત્રીસ હજાર કરતાં વધુની રોકડની સાથે કુલ 1,68,560 ના મુદ્દામાલ જપ્ત કરીને જુગાર ધારા એકટ 4 અને 5 અંતર્ગત પકડાયેલી આઠ મહિલાઓ વિરુદ્ધ કેસ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

પુરુષ શકુનિઓને પાછળ પાડતી મહિલા જુગારી : સામાન્ય રીતે જુગારધામ ઝડપવાના કિસ્સામાં મોટાભાગે આરોપી તરીકે પુરુષ જુગારીઓ પકડાતા હોય છે. પરંતુ આજે જૂનાગઢ પોલીસે મહિલા દ્વારા સંચાલિત અને માત્ર મહિલા જ જુગાર રમી શકે તે પ્રકારના મહિલાના જુગારધામને પકડીને સનસનાટી મચાવી દીધી છે. અત્યાર સુધી પુરુષ જુગારીઓને શકુનિ તરીકે ઓળખવામાં આવતા હતા. પરંતુ જૂનાગઢની આ આઠ મહિલા જુગારીઓ જાણે કે પુરુષને પાછળ રાખવા માગતી હોય તે રીતે વ્યવસ્થિત જુગારધામ ચલાવતી હતી જેનો આજે પર્દાફાશ કરવામાં આવ્યો છે.

  1. Junagadh News: ભારતની પરંપરા ધાર્મિક અનુભૂતિ અને મહેમાનગતિ માણવા ઓસ્ટ્રેલિયાનો યુવાન આવ્યો ભવનાથમાં
  2. Junagadh SP Farewell : જુનાગઢ પોલીસ અધિક્ષકની ભવ્ય વિદાય, પોલીસ કર્મચારીઓએ રવિ તેજાની મોટરકારને દોરડા વડે ખેંચી
  3. Gujarat Rainfall: આગામી ચાર દિવસ રાજ્ય માટે ભારે, જૂનાગઢ, અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.