ETV Bharat / state

Akshaya Tritiya 2023 : અખાત્રીજના દિવસનું પંચગુપ્ત સાથે જોડાણ, મુહૂર્ત જોયા વગર કરી શકો કોઈપણ કાર્ય - Akhatrij Importance

અખાત્રીજના દિવસે કોઈપણ વ્યક્તિ કોઈપણ કાર્ય મુહૂર્ત જોવડાવ્યા વગર કાર્ય કરી શકે છે. અખાત્રીજને અક્ષય તૃતીયા તરીકે પણ ઓળખાય છે. આ ઉપરાંત અખાત્રીજ સાથે ગંગાજી, કૃષ્ણ સુદામા, મહાભારત કાળ, જગન્નાથ અને દાન પુણ્ય આમ પંચગુપ્ત સાથે જોડાણ રહેલું છે. ત્યારે અખાત્રીજના દિવસને લઈને શું ખાસ મહત્વ રહેલું જાણો વિગતવાર.

Akshaya Tritiya 2023 : અખાત્રીજના દિવસનું પંચગુપ્ત સાથે જોડાણ, મુહૂર્ત જોયા વગર કરી શકો કોઈપણ કાર્ય

author img

By

Published : Apr 20, 2023, 7:54 PM IST

અક્ષય તૃતીયાના દિવસે દાન પુણ્ય અને પ્રાર્થનાનું છે વિશેષ મહત્વ

જૂનાગઢ : વૈશાખ મહિનામાં આવતી તિથિને અક્ષય તૃતીયા તરીકે એટલે કે અખાત્રીજ તરીકે હિન્દુ ધર્મ પંચાગમાં ઉજવવામાં આવે છે. અખાત્રીજના દિવસે કોઈ પણ પ્રકારના ધાર્મિક અને શુભ કાર્ય માટે વ્યક્તિ કે પંડિત પાસે મુહૂર્ત જોવડાવ્યા વિના આ દિવસે તમામ શુભ કાર્ય કરી શકાય છે. સનાતન ધર્મ સંસ્કૃતિના હિંદુ પંચાંગ મુજબ વસંત પંચમી, દશેરા, દિવાળી અને અખાત્રીજ આ ચાર તહેવારો દરમિયાન કોઈપણ વ્યક્તિ મુહૂર્ત જોવડાવ્યા વગર કાર્ય કરી શકે છે. એટલે જ તેને અક્ષય તૃતીયા એટલે કે સમગ્ર તિથિ દરમિયાન જીવંત રહેવાનું મહત્વ પણ ઉલ્લેખ ધર્મગ્રંથોમાં કરાયો છે. અખાત્રીજના દિવસને વણજોયા મુહૂર્તના દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે.

અખાત્રીજના દિવસે ગંગાજીનું અવતરણ : અક્ષય તૃતીયા એટલે કે અખાત્રીજના દિવસે પૃથ્વીલોક પર ગંગાજીનું પ્રાગટ્ય થયું હોવાની ધાર્મિક માન્યતા છે. ઋષિ ભગીરથી દ્વારા અખાત્રીજના દિવસે ગંગાજીને પૃથ્વી પર અવતરણ કરવા માટે વિનંતી કરાઈ હતી. જેને માન આપીને ગંગાજીનું સ્વર્ગ લોકમાંથી પૃથ્વી લોક પર અવતરણ થયું હતું. વધુમાં અખાત્રીજના દિવસે શિવના રુદ્ર અવતાર સમાન પરશુરામનો પ્રાગટ્ય થયું હતું. જેથી અખાત્રીજનો તહેવાર માતા ગંગાજના પૃથ્વી પર અવતરણ દિવસ અને ભગવાન પરશુરામના પ્રાગટ્ય દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે.

કૃષ્ણ અને સુદામાનું થયું હતું મિલન : સનાતન ધર્મ સંસ્કૃતિના ગ્રંથોમાં ઉલ્લેખ થયા મુજબ અખાત્રીજના દિવસે ભગવાન શ્રીકૃષ્ણના પરમ મિત્ર સુદામા સાથે સોનાની નગરી દ્વારકામાં મિલન થયું હતું. જેથી અક્ષય તૃતીયાને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર આજના દિવસે થયેલું મિલન કોઈપણ વ્યક્તિના જીવનકાળ દરમિયાન સદાય જળવાઈ રહેતું હોય છે. જેથી અક્ષય તૃતીયાનું મહત્વ મિત્રતાના ભાવ માટે પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

મહાભારત કાળમાં અક્ષય તૃતીયાનો ઉલ્લેખ : અક્ષય તૃતીયાનો ઉલ્લેખ મહાભારત કાળમાં પણ જોવા મળે છે. પાંડવો જ્યારે વનવાસ કરી રહ્યા હતા, ત્યારે મહાદેવની કૃપાથી સૂર્યદેવ પાંડવોને દર્શન આપે છે. આજના દિવસે સૂર્યદેવ દ્વારા પાંડવોને અક્ષયપાત્ર એટલે કે અન્નપાત્ર સપ્રેમ અર્પણ કરે છે. જેની સાથે પણ ધાર્મિક માન્યતા જોડાયેલી છે. અક્ષય પાત્રને અન્નના ભંડાર સાથે જોડવામાં આવે છે. ધન ધન્યની કોઈપણ પ્રકારની કમી ન સર્જાય તે માટે અક્ષય પાત્ર અખાત્રીજીનું મહત્વનો માનવામાં આવે છે. જે આજના દિવસે પાંડવોને સૂર્યદેવ દ્વારા અર્પણ કરાયું હતું.

આ પણ વાંચો : Akhatrij 2023 : અખાત્રીજના પર્વ પર સોની બજારમાં માયુશી, દાગીના માટે એડવાન્સ બુકિંગ ઘટ્યું

શ્રી હરિને ચંદન વિધિનું મહત્વ : અક્ષય તૃતીયા એટલે કે અખાત્રીજના દિવસે ભગવાન શ્રીહરીને ચંદન વિધિનું ધાર્મિક મહત્વ સાથે સરખાવવામાં આવે છે. જગતના નાથ એવા જગન્નાથને ગરમીના પ્રકોપથી બચાવવા માટે ચંદન વિધિ દ્વારા તેમને શીતળતા આપવામાં આવે છે. જગન્નાથને જે દિવસે ચંદન વિધિ કરવામાં આવી હતી. તે દિવસ અક્ષય તૃતીયા હતો. જેથી પુષ્ટિ સંપ્રદાયમાં પણ અક્ષય તૃતીયાનો ધાર્મિક મહત્વ છે. આજના દિવસથી શ્રી હરિને ચંદન વિધિ શરૂ કરવામાં આવે છે જે એક મહિના સુધી સતત જોવા મળે છે.

આ પણ વાંચો : Monsoon Forecast on Akshay Tritiya : આ લક્ષણો જોઇ લેજો, અખાત્રીજ એટલે વરસાદનો વરતારો જાણવાનો દિવસ

દાન અને પુણ્યનું વિશેષ મહત્વ : અખાત્રીજના દિવસે ધાર્મિક પૂજા વિધિ સાથે દાનનું પણ મહત્વ માનવામાં આવે છે. આજના દિવસે પાત્રતાનું દાન સૌથી ઉત્તમ માનવામાં આવે છે. ગરમીના દિવસો દરમિયાન માટીથી બનેલા પાણીના વાસણના દાનને મહત્વનું માનવામાં આવે છે. વધુમાં ગરમીના પ્રકોપના દિવસો દરમિયાન ભિક્ષુકોને પગમાં પહેરવાના પગારખાના દાનને અખાત્રીજના દાન તરીકે સવિશેષ માનવામાં આવે છે. આજના દિવસે આખા ચોખાથી ઇષ્ટદેવની પૂજા કરવાથી કોઈપણ વ્યક્તિ દ્વારા કરવામાં આવેલું પુણ્ય સતત જીવંત રહે છે. તેવી ધાર્મિક માન્યતા છે. જેથી અખાત્રીજના દિવસે દાન પુણ્ય અને પૂજનનું વિશેષ ધાર્મિક મહત્વનો ઉલ્લેખ કરવામાં આવ્યું છે. તે મુજબ અખાત્રીજના દિવસે ધાર્મિક વિધિની સાથે માંગલિક કાર્યો પણ થતા હોય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.