- આજે સમગ્ર દેશમાં પૂર્વ વડા પ્રધાન ચૌધરી ચરણસિંહની યાદમાં ખેડૂત દિવસ ઉજવણી
- જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટી દ્વારા ખેડૂત લક્ષી સંશોધન અને માર્ગદર્શન દિશામાં કાર્ય કરીને ખેડૂતોને ઉપયોગી બની
- એગ્રીકલ્ચર યુનિવર્સિટી સંશોધન શિક્ષણ અને વિસ્તરણની જેવી ત્રણ મહત્વની શાખાઓમાં ખેડૂતોને જોડીને ખેતી પદ્ધતિને આગળ ધપાવી
જૂનાગઢઃ આજે ખેડૂત દિવસ મનાવવામાં આવ્યો હતો, ત્યારે વર્ષો પહેલા એગ્રીકલ્ચર યુનિવર્સિટીની સ્થાપના કરીને ખેતીલક્ષી અભ્યાસક્રમોની ખાતે ખેડૂત ખેતી તરફ આગળ વધે તેમજ ખેતી પદ્ધતિમાં જે સમયાંતરે ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યા છે, તેમાંથી નક્કર નિરાકરણ ખેડૂતો સુધી પહોંચે તેને લઈને જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સીટીમાં વર્ષોથી ખેડૂતોને લગતી તેમજ ખેતી પદ્ધતિ ઉપરાંત ખેતીપાકોને લઈને અનેક સંશોધનો થયા છે, જેના પરિણામ રૂપે આ સંશોધનો ખેડૂતો સુધી પહોંચી રહ્યા છે અને તેને કારણે આજે રાજ્યનો ખેડૂત આધુનિક સમયમાં સંશોધિત ખેતી કરી રહ્યો છે, જેનો શ્રેય એગ્રીકલ્ચર યુનિવર્સિટી જૂનાગઢને જાય છે. યુનિવર્સિટીમાં શિક્ષણ સંશોધન અને વિસ્તરણ એવી ખેતીની ત્રણ મહત્વની બાબતો પર ખુબ જ ભાર મૂકવામાં આવે છે અને તેના થકી સંશોધિત ખેતી પદ્ધતિથી લઈને બિયારણ અને રાસાયણિક ખાતરની સાથે જંતુનાશક દવાઓના વપરાશને લઇને ખેડૂતોને માર્ગદર્શનની સાથે નવી રાહ પણ ચિંધવામાં આવી રહ્યો છે.
એગ્રીકલ્ચર યુનિવર્સીટીમાં ખેતીને લગતા સંશોધનો
જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સીટીમાં ખેતીને લગતા અનેક સંશોધનો છેલ્લા કેટલાય વર્ષોથી ચાલી રહ્યા છે, અહીં રાષ્ટ્રીય મગફળી અનુસંધાન કેન્દ્ર પણ આપવામાં આવ્યું છે. અહીંના વૈજ્ઞાનિકો મગફળી ઉપર સતત શોધ અને સંશોધન કરીને મગફળીની નવી જાતોનું સંશોધન કરી રહ્યા છે, સાથે-સાથે મગફળીની ગુણવત્તા પણ ખૂબ સારી બને તેમજ ઓછા ખર્ચે રાજ્યનો ખેડૂત મગફળીનું ઉત્પાદન લઇ શકે તે દિશામાં પણ સંશોધનો ચાલી રહ્યા છે. યુનિવર્સિટીમાં કપાસને લગતા પણ સંશોધનો છેલ્લા કેટલાક વર્ષોમાં ખૂબ જ સફળ રહ્યા છે, કપાસમાં મોટે ભાગે આવતી રોગ-જીવાતને કારણે ખેડૂતો કપાસની ખેતીથી પરેશાન જોવા મળતા હતા, આવી પરિસ્થિતિમાં ખેડૂતોને રોગ જીવાતથી મુક્તિ મળે તેમજ ઓછા જંતુનાશકોની હાજરીની વચ્ચે પણ કપાસનો સારો પાક લઈ શકાય તે દિશામાં એગ્રીકલ્ચર યુનિવર્સિટીના સંશોધન કેન્દ્રો સતત કામ કરી રહ્યા છે અને જેની સફળતાના ભાગરુપે આ તમામ સંશોધનો ખેડૂતોને ખૂબ જ મદદગાર બની રહ્યા છે.
ખેડૂતોને ખેતી સિવાયની અન્ય જાણકારી મળી રહે તે માટે પણ યુનિવર્સિટી સતત કામ કરી રહી છે
એગ્રીકલ્ચર યુનિવર્સીટી સંશોધન અને વિસ્તરણ બાદ ખેતીવાડીને લગતા શિક્ષણનું પણ કામ કરી રહી છે, આ શિક્ષણ યુનિવર્સિટીના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ફરજિયાત બનાવવામાં આવ્યું છે, પરંતુ જે પ્રકારે આધુનિક ખેતી પદ્ધતિથી ખેડૂતો માટે જાણકારી મેળવે તેના માટે યુનિવર્સિટીમાં ખેડૂતો માટેની પણ ખાસ શૈક્ષણિક શિબિરની સાથે તાલીમ શિબિરો પણ યોજવામાં આવે છે, જેમાં યુનિવર્સિટીના સંશોધન વૈજ્ઞાનિકો દ્વારા જે નવી શોધ અને સંશોધન કરવામાં આવ્યા છે, તેને ખેડૂતો સુધી પહોંચાડવા માટે ખેડૂત શિબિર યુનિવર્સિટીના પટાંગણમાં તેમજ કેમ્પ કરીને જે તે ગામમાં પણ ખેડૂતો સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે, જેના થકી ખેડૂતો આધુનિકની સાથે ઓછા ખર્ચે ખેતી પદ્ધતિ સમજી શકે અને પોતાના ખેતરમાં સંશોધનનો અમલ કરી શકે તે માટેનું યોગ્ય માર્ગદર્શન ખેડૂતો સુધી એગ્રીકલ્ચર યુનિવર્સિટી આજે પણ પહોંચાડી રહી છે.