ETV Bharat / state

Mahashivratri 2023 : શિવરાત્રીના મેળામાં નાગા સન્યાસીઓ અને સંસારીઓ ડીજેના તાલે લગાવ્યા ઠુમકા - શિવરાત્રી મેળા 2023

મહાશિવરાત્રીના મહાપર્વના ભવનાથની ગીરી તળેટીમાં નાગા સન્યાસીઓ અને સંસારીઓ ડીજેના તાલ સાથે ઠુમકા લગાવતા જોવા મળ્યા હતા. પરંપરાગત રીતે શિવરાત્રીના દિવસે કાઢવામાં આવતી નાગા સાધુઓની રવેડીમાં આ પ્રકારે સાધુ અને સન્યાસીઓ એક સાથે મળીને ડીજે ના તાલે ઠુમકા લગાવતા ક્યારેય જોવા મળ્યા નથી.

Mahashivratri 2023 : શિવરાત્રીના મેળામાં નાગા સન્યાસીઓ અને સંસારીઓ ડીજેના તાલે લગાવ્યા ઠુમકા

author img

By

Published : Feb 19, 2023, 10:01 PM IST

Mahashivratri 2023 : શિવરાત્રીના મેળામાં નાગા સન્યાસીઓ અને સંસારીઓ ડીજેના તાલે લગાવ્યા ઠુમકા

જૂનાગઢ : મહાશિવરાત્રીના મહાપર્વમાં શિવરાત્રીના દિવસે કાઢવામાં આવતી નાગા સાધુઓની રવેડીમાં આ પ્રકારે સાધુ અને સન્યાસીઓ એક સાથે મળીને ડીજેના તાલે ઠુમકા લગાવતા ક્યારેય જોવા મળ્યા નથી. ત્યારે અચાનક નાગા સન્યાસીઓના રૂપમાં બદલાવ આવ્યો અને સંન્યાસીઓ અને સંસારીઓ ડીજેના તાલે ઠુમકા લગાવતા જોવા મળ્યા હતા.

ડીજેના તાલે નાગા સન્યાસીઓએ લગાવ્યા ઠુમકા : મહાશિવરાત્રીએ ભવનાથની ગીરી તળેટીમાં નાગા સન્યાસીઓ દ્વારા રવાડી કાઢવામાં આવી હતી. જેમાં આ વખતે આશ્ચર્યજનક રીતે સંસારીઓ અને સન્યાસીઓ એક સાથે ડીજેના તાલે ઠુમકા લગાવતા હોય તેવા દ્રશ્ય કેમેરામાં કેદ થયા છે. આદિ અનાદિ કાળથી મહાશિવરાત્રીના પર્વમાં નાગા સંન્યાસીઓ દ્વારા રવાડી કાઢવામાં આવે છે. જેમાં સાધુ સંતો અને ખાસ કરીને નાગા સન્યાસીઓ પારંપરિક રીતે અંગ કસરતના દાવ, તલવારબાજી અને લાઠી વડે એકબીજા પર પ્રહાર કરીને શિવના સૈનિકો કઈ રીતે યુદ્ધ લડ્યા અને જીત્યા હતા તેના દર્શન રવેડીમાં સામેલ થયેલા લોકોને કરાવતા હોય છે, પરંતુ આ વર્ષની રવાડીમાં ખૂબ જ આશ્ચર્યજનક દ્રશ્યો કેદ થયા છે, જેમાં ડીજેના તાલે સાધુ સંતો અને સામાન્ય લોકો એક સાથે ઠુમકા લગાવતા જોવા મળ્યા હતા.

આ પણ વાંચો : મહાશિવરાત્રી 2023: ભાવ-ભક્તિ અને મૃગીકુંડમાં સ્નાન સાથે શિવરાત્રી સંપન્ન

નાગા સન્યાસીઓનો ઠુમકા લગાવતો વીડિયો : નાગા સન્યાસીઓ દ્વારા આ પ્રકારે ઠુમકા લગાવતા હોય તે પ્રકારનો દ્રશ્યો કેમેરા મા કેદ થયા છે. સામાન્ય રીતે નાગા સન્યાસીઓ અને સંસારી લોકોની વચ્ચે એક મર્યાદિત અને નિયંત્રિત અંતર હોય છે. જેને ધાર્મિક પરંપરા તરીકે પણ માનવામાં આવે છે, ત્યારે નાગા સન્યાસી ઓ રવાડીમાં અંગ કસરત અને તલવારબાજી સહિત વિવિધ કરતબો દેખાડતા હોય છે, ત્યારે સામાન્ય રીતે લોકો તેમાં સામેલ થતા હોતા નથી આ પ્રકારની લોકોની હાજરી ધાર્મિક રીતે પણ પ્રતિબંધિત મનાય છે, પરંતુ આજની રવાડીમાં નાગા સન્યાસીઓની સાથે સંસારી લોકોએ પણ ડીજેના તાલે ઠુમકા લગાવતા જોવા મળ્યા હતા.

આ પણ વાંચો : Mahashivratri 2023: મહાશિવરાત્રી પર્વ નિમિતે ભવનાથમાં શિવભક્તોએ કરી અપાર ભક્તિ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.