- જૂનાગઢના વાતાવરણમાં અચાનક પલટો
- હવામાન વિભાગે વ્યક્ત કરેલી આગાહી મુજબ થયો વરસાદ
- દામોદર કુંડમાં પાણીનો પ્રવાહ વહેતો થયો
જૂનાગઢ : શહેરમાં રવિવારના સાંજના સમયે વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો અને વીજળીના ભારે કડાકા ભડાકા સાથે જૂનાગઢ શહેરમાં ધોધમાર વરસાદ તૂટી પડયો હતો. વરસાદને કારણે સમગ્ર શહેર પાણી પાણી થઇ ગયું હતું. તો ગિરનાર પર્વત પર પડેલા ભારે વરસાદને કારણે દામોદર કુંડમાં પણ પાણીનો પ્રવાહ વહેતો જોવા મળ્યો હતો.
ખેતીના પાકોને નુકસાનની શક્યતા
હવામાન વિભાગે જે પ્રકારે આગાહી કરી હતી તે મુજબ ધોધમાર વરસાદ પડ્યો છે. જેને કારણે ખેતીના પાકને ખૂબ જ નુકસાન થવાની શક્યતાઓને નકારી શકાય તેમ નથી. અચાનક પડેલા ધોધમાર વરસાદને કારણે કેટલાક ખેડૂતોનો મગફળી અને કપાસનો પાક વરસાદે બગાડયો હશે તેવું વરસાદની તીવ્રતા અને સમયને અનુલક્ષીને ચોક્કસ માની શકાય તેમ છે.