જૂનાગઢઃ ગુજરાતને બેઠું કરવામાં અને મહારાષ્ટ્રમાંથી છૂટા થયા બાદ નવસર્જન કરવામાં અનેક એવા મોટાકદના લોકોએ સિંહફાળો આપ્યો છે. જેમાં ઈન્દુલાલ યાજ્ઞિકને ક્યારેય ભૂલી શકાય એમ નથી. ભાગ્યે જ કોઈને એ વાત ખ્યાલ હશે કે, વર્ષ 1925 થી 1930 એમ પાંચ વર્ષ દરમિયાન ગુજરાત ફિલ્મો સાથે જોડાવવાના પ્રયાસ કર્યા હતા. પણ ખાસ કોઈ સફળતા પ્રાપ્ત થઈ નહીં. જે સફળતા મહા ગુજરાત ચળવળ આંદોલનને મળી તેવી સફળતા ઈન્દુલાલ યાજ્ઞિકને ફિલ્મ નિર્માણ અને દિગ્દર્શન ક્ષેત્રે ન મળી. તેઓએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝને અલવિદા કરી હતી.
આ પણ વાંચોઃ Gujarat Day 2023: રાજ્યનો સ્થાપના દિવસ, સોમનાથથી લઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસન સ્થળ
પ્રણેતા ઈન્દુલાલ યાજ્ઞિકઃ સંયુક્ત મહારાષ્ટ્ર ગોવા અને ગુજરાત રાજ્યમાંથી ગુજરાતને અલગ રાજ્યનો દરજ્જો મળે તે માટે ગુજરાતી ઈન્દુલાલ યાજ્ઞિકે મહાગુજરાત ચળવળની સ્થાપના કરી હતી. આ પ્રયત્નો બાદ ત્રણ દશકાની લડાઈ બાદ અંતે 1960માં ગુજરાતને અલગ રાજ્યનો દરજ્જો મળી ગયો. જે આજના દિવસે પ્રાપ્ત થયો હતો. ગુજરાતને અલગ રાજ્ય મળે તે માટેની લડાઈમાં સફળ રહેલા ઈન્દુલાલ યાજ્ઞિકે તેમના જીવનકાળ દરમિયાન ગુજરાતી ચલચિત્ર ના લેખન નિર્માતા અને દિગ્દર્શન પાછળ પણ પોતાનો હાથ અજમાવ્યો હતો.
નિર્માતા અને દિગ્દર્શક તરીકેઃ વર્ષ 1925 માં 32 વયની આયુ એ ઈન્દુલાલ યાજ્ઞિકને મહાત્મા ગાંધી સાથે મતભેદ થતા તેઓ અમદાવાદથી મુંબઈ જતા રહ્યા. અહીં તેમણે પત્રકારિતા કરી પત્રકારિતા દરમિયાન તેમના ધ્યાનમાં આવેલા મુંબઈનો ફિલ્મ ઉદ્યોગની મોટી અસર થઈ. ફિલ્મના લેખનમાં ખૂબ સારી કમાણી થતી હોવાને કારણે પત્રકાર એવા ઈન્દુલાલ યાજ્ઞિકે ગુજરાતી ચલચિત્રના લેખનમાં પોતાનો હાથ અજમાવ્યો. પ્રથમ ફિલ્મના લેખન પર તેમને 1200 રૂપિયા જેટલું મહેનતાણું મળ્યું હતું.
અનુવાદક તરીકે હતાઃ વર્ષ 1926 માં જ્યારે બોલતી ફિલ્મનો જમાનો ન હતો તેવા સમય માં હિમાંશુ રાયે લાઇટ ઓફ એશિયા નામની મુવીમાં અંગ્રેજી સબ ટાઈટલ નું ગુજરાતીમાં અનુવાદ કરવા માટે અંગ્રેજીના ખૂબ જ જાણકાર ઈન્દુલાલ યાજ્ઞિકને કામ સોંપ્યું ત્યાર બાદ નૂરજહાં નામની ફિલ્મ લખવાનું કામ પણ હિમાંશુ રાયે ઈન્દુલાલ યાજ્ઞિકને સોંપ્યું હતું. પરંતુ કોઈ કાળક્રમે આ ચલચિત્ર નિર્માણ સુધી પહોંચી શક્યું નહીં. હિમાંશુ રાય સાથે ફિલ્મ લેખન અને સબ ટાઈટલનું કામ કર્યા બાદ ઈન્દુલાલ યાજ્ઞિકે અબુ શેઠની ઇમ્પીરીયલ કંપનીમાં જોડાયા.
પાવાગઢનું પતનઃ પ્રથમ પાવાગઢનું પતન ગુજરાતી ચલચિત્ર લખ્યું. આ ચલચિત્રમાં મહંમદ બેગડાને માતાના ચરણોમાં શીશ જુકાવતો બતાવાયો હતો. અબુ શેઠે મહંમદ બેગડાને માતાના ચરણોમાં ઝૂકાવતા દ્રશ્યોનું ફિલ્મ થશે, તો મુંબઈમાં કોમવાદી તોફાનો ફાટી નીકળશે. જેને કારણે અબુ શેઠે પાવાગઢનું પતન ગુજરાતી ચલચિત્રને પડતી મૂકવાનો નિર્ણય કર્યો દિગ્દર્શક નાગેન્દ્ર મજમુદાર સાથે ક્લાસિક પિક્ચર કોર્પોરેશનમાં જોડાઈને પાવાગઢ નુ પતન વર્ષ 1928માં ફરી બનાવી. તેમાં અબુ શેઠે વ્યક્ત કરેલી શંકા ને પ્રાધાન્ય મળ્યું ચલચિત્ર પ્રસારિત થતાં જ વિવાદ થયો અને કેટલાક વાંધાજનક દ્રશ્યો ચલચિત્ર માંથી દૂર કરાયા. ઈન્દુલાલ યાજ્ઞિકે યંગ ઇન્ડિયા ફિલ્મ બનાવી. આ ગુજરાતી ચલચિત્ર દર્શકો સુધી પહોંચવામાં નિષ્ફળ રહી.
સૌરાષ્ટ્રની રસધારઃ ઝવેરચંદ મેઘાણી દ્વારા રચિત સૌરાષ્ટ્રની રસધાર પરથી પણ ઈન્દુલાલ યાજ્ઞિકે કેટલીક ચલચિત્ર બનાવવાનો પ્રયાસ કર્યો. રજપુત સવાર ચલચિત્રના દિગ્દર્શક રમાકાંત સાથે ઇન્દુલાલ યાજ્ઞિકને અણ બનાવ બનતા હતા. તેમણે ખુદે આ ચલચિત્રનું દિગદર્શન હાથ પર લીધુ. મુંબઈમાં ફાટેલા કોમી તોફાનોની ભેટ આ ગુજરાતી ચલચિત્ર ચડી ગયું. જેને કારણે તેને નિષ્ફળતા પ્રાપ્ત થઈ. ઈન્દુલાલ યાજ્ઞિકે રખાવટ કાશ્મીરનું ગુલાબ કાળીનો એક્કો એવી ગુજરાતી ચલચિત્રના લેખન નિર્માતા અને દિગ્દર્શક તરીકે કામગીરી કરી.
આ પણ વાંચોઃ Gujarat Foundation Day 2023: ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી અંતર્ગત જામનગરની કચેરીઓ ઝગમગી
અલવિદા કહી ગુજરાતઃ પાંચ વર્ષની તેમની મુંબઈ ફિલ્મ જગતની યાત્રામાં સફળતા નહીં મળતા અંતે ઈન્દુલાલ યાજ્ઞિકે વર્ષ 1930માં તેમના દ્વારા શરૂ કરાયેલ કંપની અબુ શેઠને વહેંચીને દીધી. ફિલ્મ નિર્માણ લેખન અને દિગ્દર્શન ક્ષેત્રને કાયમી માટે અલવિદા કરી નાંખ્યું. પછી ગુજરાત આવ્યા અને વર્ષ 1930 માંથી શરૂ થયેલી મહાગુજરાત ચળવળ આંદોલનમાં જોડાયા. આ ચળવડે ગુજરાતને અલગ રાજ્ય તરીકેનો દરજ્જો આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.