જૂનાગઢ શહેરમાં રહેતો લાલા પરમાર નામનો યુવાન ભારતીય સેનામાં સામેલ થવાને લઈને સખત દિવસ અને રાત મહેનત કરી રહ્યો છે. લાલા પરમાર પાછલા ચાર વર્ષથી ગિરનારમાં આયોજિત આરોહણ અને અવરોહણ Girnar Climbing and Descent Competition રાજ્ય તેમજ રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધામાં સતત વિજેતા બની રહ્યો છે. આવીજ ખુમારી સાથે તે ભારતીય સેનામાં સામેલ થઈને રમતગમત ક્ષેત્રમાં દેશની સાથે જૂનાગઢનું નામ વધુ ઉજવળ થાય તે અંગે સતત પરિશ્રમ કરી રહ્યો છે. આ યુવાન એક માત્ર ભારતીય સેનામાં સામેલ થવાને લઈને પાછલા કેટલાય વર્ષોથી સતત અને સખત મહેનત કરતો જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો જૂનાગઢમાં યોજાશે રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા
ચપટી વગાડતા ગિરનારને સર કરી રહ્યો જૂનાગઢમાં રહેતો દેવીપુજક સમાજનો યુવાન પાછલા ચાર વર્ષથી ચપટી વગાડતા ગિરનારને સર કરી રહ્યો છે તેનો આ અદમ્ય જુસ્સો આજે તેને રમતગમતની સાથે દેશની સેવામાં જોડાવા માટે પ્રોત્સાહિત કરી રહ્યો છે. કોઈપણ વ્યક્તિ મિનિટોમાં ગિરનારના પગથિયાJunagadh Girnar ચળી અને પરત આવી શકે આવો વિચાર પણ મુશ્કેલ છે, તેવી પરિસ્થિતિમાં આ યુવાન પાછલા ચાર વર્ષથી રાષ્ટ્રીય કક્ષાએ પણ ચેમ્પિયન બની રહ્યો છે.
આ પણ વાંચો Girnar Ascent Descent: રાષ્ટ્રીય ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધામાં પાછલા 13 વર્ષનો રેકોર્ડ તૂટયો
રાષ્ટ્રીય કક્ષાએ ચેમ્પિયન ભારતીય સેનામાં સામેલ થવાથી દેશ સેવાની સાથે સેનાના જવાનોને રમતગમત ક્ષેત્રમાં પણ ખૂબ જ વિશેષ પ્રતિનિધિત્વ મળતું હોય છે. ભારતીય સેનામાં સામેલ થઈને દેશ સેવાની સાથે તે ઓલમ્પિક જેવા આંતરરાષ્ટ્રીય રમતોત્સવમાં પણ મેડલ જીતીને દેશની સાથે જૂનાગઢનું નામ પણ ઉજ્જવળ કરવાની ખ્વાહિશ સાથે આ યુવાન આજે સતત મહેનત કરતો જોવા મળી રહ્યો છે. તેનું એકમાત્ર ધ્યેય છે ભારતીય સેનામાં સામેલ થઈને દેશ સેવાની સાથે રમતગમત ક્ષેત્રમાં સર્વોચ્ચ દેખાવ કરીને દેશની સાથે જૂનાગઢનું નામ ઉજવળ કરવાનું છે.