ETV Bharat / state

છળ-કપટવાળો પ્રેમ: મા-બાપને ઘેનની ગોળી દઈ યુવતી યુપી પ્રેમીને પામવા પહોંચી - Love Of Social Media

આ તે કેવો પ્રેમ પ્રેમીને પામવા જૂનાગઢની યુવતી માતા-પિતાને ભોજનમાં ઘેનની દવા પીવડાવીને ઉત્તર પ્રદેશ (Junagadh crime love Story) પહોંચી હતી. પોલીસે છળ કપટના પ્રેમનો પર્દાફાશ કર્યો. સમગ્ર મામલામાં પોલીસ અટકાયતમાં રહેલા યુવતીના પ્રેમી રાહત અહેમદ ખાનની આકરી પૂછપરછ ચલાવી રહી છે.

યુવતીનો છળ કપટ વાળો પ્રેમ છાપરે ચડીને પોકાર્યો : પ્રેમીને પામવા જૂનાગઢની યુવતી પહોંચી ઉત્તર પ્રદેશ

author img

By

Published : Dec 13, 2022, 10:21 AM IST

છળ-કપટવાળો પ્રેમ: મા-બાપને ઘેનની ગોળી દઈ યુવતી યુપી પ્રેમીને પામવા પહોંચી

જૂનાગઢ : જૂનાગઢમાં ગત સાત તારીખે એક સનસનીખેજ ઘટના સામે આવી છે. માતા-પિતાને ભોજનમાં ઘેનની દવા પીવડાવીને યુવતી પોતાના પ્રેમીને પામવા માટે એટીએમ, ડેબિટ અને ક્રેડિટ કાર્ડની સાથે પાસવર્ડની વિગત સાથેની ડાયરી લઈને યુવતી જૂનાગઢથી ઉત્તર પ્રદેશના બરેલી સુધી પહોંચી (Junagadh crime love Story) ગઈ હતી. સમગ્ર મામલે જૂનાગઢ પોલીસે ખૂબ જ ગંભીરતાથી તપાસ હાથ ધરીને યુવતી અને તેના પ્રેમીની ઉત્તર પ્રદેશના બરેલીથી અટકાયત કરીને જૂનાગઢ લાવી છે. સમગ્ર મામલામાં પોલીસ અટકાયતમાં રહેલા યુવતીના પ્રેમી રાહત અહેમદ ખાનની આકરી પૂછપરછ ચલાવી રહી છે.

જૂનાગઢમાં યુવતી અને તેના પ્રેમીની પોલીસે કરી અટકાયત : ગત સાતમી ડિસેમ્બરના દિવસે જૂનાગઢ શહેરના રાધાકૃષ્ણ નગરમાં રહેતી એક યુવતી પોતાના પિતાને ભોજનમાં ઘેનની દવા પીવડાવીને પોતાના પ્રેમીને પામવા માટે ઉત્તર પ્રદેશના બરેલી સુધી પહોંચી ગઈ હતી. instagram થકી બરેલીના રાહત અહેમદ ખાન નામના વ્યક્તિ સાથે જૂનાગઢની યુવતી વર્ષ 2017 થી સંપર્કમાં આવી હતી. ત્યારબાદ બંને વચ્ચે પ્રેમના અંકુરો ફૂટ્યા હતા. યુવતી સાથે સંપર્કમાં આવેલા રાહત અહેમદખાને પોતે દુબઈમાં ખૂબ મોટો ઉદ્યોગ ધરાવે છે અને તેની પાસે વૈભવી કારના કાફલા સાથે ખૂબ મોટી સંપત્તિ છે તેવી લોભામણી અને લલચામણી વિગતો સોશિયલ મીડિયા થકી યુવતીને જણાવી અને યુવતી આ યુવાનને પામવા માટે પોતાના માતા પિતા સાથે પણ માનવીય કૃત્ય રચીને પ્રેમીને પામવા ઉત્તર પ્રદેશના બરેલી સુધી પહોંચી ગઈ, પરંતુ ઘેનની દવા બાદ ભાનમાં આવેલા યુવતીના માતા પિતાએ પોતાની યુવતી ઘરેથી ગુમ છે તેની પોલીસ ફરિયાદ સી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી હતી જેના પગલે જૂનાગઢ પોલીસે ઉત્તર પ્રદેશના બરેલી સુધી તપાસ હાથ ધરી હતી.

પ્રેમીને પામવા યુવતી હવાઈ માર્ગે પહોંચી દિલ્હી : સોશિયલ મીડિયા થકી પ્રેમ (Love Of Social Media) સંબંધમાં જોડાયેલા ઉત્તર પ્રદેશના રાહત અહેમદ ખાન અને જૂનાગઢની યુવતીનો છળ કપટ વાળો પ્રેમ છાપરે ચડીને પોકાર્યો છે. યુવતીના પ્રેમીએ જૂનાગઢ આવવાની ના કહેતા તેમણે તેની પ્રેમિકાને ઉત્તર પ્રદેશના બરેલીથી ઘેનની 20 ગોળીનું પાર્સલ જૂનાગઢ ખાતે મોકલ્યું હતું. જે યુવતીએ પોતાના માતા પિતાના ભોજનમાં ભેળવીને તેને બેભાન કરી ઘરના આર્થિક વ્યવહાર થઈ શકે તેવા તમામ આધાર પુરાવા સાથે પલાયન થઈ ગઈ હતી. આ દરમિયાન યુવતીએ રુપિયા 2,00,000 કરતા વધુનો વ્યવહાર પણ ડિજિટલ માધ્યમોથી કર્યો હોવાની વિગતો બહાર આવી છે. જૂનાગઢ પોલીસે સમય રહેતા નકર કાર્યવાહી કરીને યુવતીને હેમખેમ જૂનાગઢ પરત લાવી છે અને તેના પ્રેમી બરેલીના રાહત અહેમદ ખાનની વધુ પૂછપરછ હાથ ધરી છે.

માતા-પિતા માટે આંખ ખોલતો કિસ્સો : જૂનાગઢનો ચકચારી પ્રેમકાંડનો કિસ્સો પ્રત્યેક માતા પિતા માટે આંખ ખોલતા કિસ્સા તરીકે બંધબેસતો કિસ્સો બની રહ્યો છે. માતા પિતા સંતાનો પર ખૂબ વિશ્વાસ કરે છે અને સંતાનો અંતે માતા પિતાના વિશ્વાસની હત્યા કરીને પલાયન થઈ જતા હોય છે. જૂનાગઢની યુવતી પ્રેમીને પામવા માટે માતા પિતા સામે છળ કરીને છળકપટ વાળા પ્રેમને પામવા માટે જૂનાગઢથી ઉત્તર પ્રદેશના બરેલી સુધી પહોંચી ગઈ હતી, પરંતુ પોલીસની નક્કર કાર્યવાહી સામે જૂનાગઢની યુવતી અને ઉત્તર પ્રદેશનો તેનો પ્રેમી આજે પોલીસ પકડમાં જોવા મળે છે. પોલીસે અટકાયત કરેલા યુવતીના પ્રેમી રાહત અહેમદ ખાનની ધરપકડ કરીને સમગ્ર મામલામાં તલસ્પર્શી તપાસ શરૂ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.