આજથી 5 વર્ષ પહેલા આ શળામાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. જેમાં એક વડના ઝાડનું પણ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. જેના બે વર્ષ બાદ વડના થડમાં શિવ પુત્ર ગણેશ આકાર લઈ રહ્યા હોવાની શાળાના શિક્ષકોને જાણ થતા શાળાના શિક્ષકોએ હિન્દુ ધર્મના જાણકારોની સલાહ લીધી હતી. ધીમે ધીમે ઝાડનું થડ મોટું થતું ગયું તેમ તેમ સ્પષ્ટપણે દુદાળા દેવ ગણેશના દર્શન ગયા આજથી ત્રણ વર્ષ પૂર્વે દુંદાળા દેવ ગણેશની આબેહૂબ મૂર્તિ સ્વરૂપ થળમાં રૂપાંતર થયું હતું. અહીં ગણપતિની પૂજા અને અર્ચના કર્યા બાદ જશૈક્ષણિક કાર્ય શરૂ કરવામાં આવે છે
છેલ્લા ત્રણ વર્ષથી શાળામાં દુંદાળાદેવ ગણેશની આસ્થા સાથે પૂજન પણ કરવામાં આવે છે અને ગણેશ ચતુર્થીના પાવન પર્વ નિમિતે 10 દિવસ સુધી બાપાની વિશેષ પૂજા અને આરતી પણ કરાય છે. જેમાં દરરોજ શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ ઉત્સાહભેર ભાગ લે છે.
જૂનાગઢથી મનીષ ડોડીયાનો અહેવાલ ઈટીવી ભારત