- પૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર મશરૂની વધુ એક સમાજ સેવા
- ગરીબ પરિવારની દીકરીના એક રૂપિયામાં લગ્ન કરાવી આપવાની કરી જાહેરાત
- લગ્નનો તમામ ખર્ચ લોહાણા મહાજન સમાજ ઉઠાવશે
જૂનાગઢ :શેહરના પૂર્વ ધારાસભ્ય અને લોહાણા મહાજન જ્ઞાતિના પ્રમુખ મહેન્દ્ર મશરૂએ ફરી એક વખત સમાજસેવાની મિસાલ બુલંદ કરી છે. આ વખતે લોહાણા મહાજન સહિત પ્રત્યેક ગરીબ પરિવારની દીકરીની એક રૂપિયાના ટોકન દરે લગ્ન કરાવી આપવાની જાહેરાત કરી છે. મહેન્દ્ર મશરૂ જૂનાગઢમાં સમાજસેવા માટે અદકેરૂ માન અને સન્માન ધરાવે છે. ત્યારે કોરોના સંક્રમણ કાળમાં ખાસ કરીને ગરીબ પરિવારોએ પોતાની રોજગારી ગુમાવી છે. જેને કારણે તેમની આર્થિક સ્થિતિ ખૂબ નબળી પડી છે. ત્યારે ગરીબ પરિવારની પ્રત્યેક દીકરીના એક રૂપિયાના ટોકન દરે લગ્ન કરાવી આપવાની જાહેરાત મહેન્દ્ર મશરૂએ કરી છે.