આ અંગે મળતી વિગત મુજબ જૂનાગઢ જિલ્લા પોલીસ વડાની સુચના તેમજ માળીયાહાટીના પોલીસને ખાનગી રાહે મળેલ બાતમીના આધારે ફોરેસ્ટ વિભાગની આંબેચા રોડ ઉપર આવેલ નવસારી નજીક વોચ ગોઠવી હતી. વિદેશી દારૂ ઘાસચારાની આડમાં છુપાવેલો ટ્રક પસાર થતો હતો, ત્યારે ડ્રાઇવર પોલીસને જોઇ જતા ટ્રક ડ્રાઈવર ટ્રક છોડી નાશી જતા માળીયા પોલીસના સ્ટાફે વિદેશી દારૂ બોટલ નંગ 3072 જેની કિંમત 3. 07 200 તેમજ ટ્રકની કિંમત રૂપિયા 4 લાખ મળી કુલ રૂપીયા 7.07.200નો મુદામાલ ઝડપી પાડીયો હતો.
માળીયાહાટીના પોલીસે ટ્રક નંબર GJ 11 T T 9661ના આધારે વધુ તપાસ હાથ ધરી આ ગુનામાં દારૂની હેરાફેરી કરતા બુટલેગર તેમજ ટ્રક ડ્રાઈવરની શોધખોળ શરૂ કરી છે. બુટલેગરો દ્વારા વિદેશી દારૂની ડીલેવરી કોને આપવાની હતી. તેમજ વિદેશી દારૂ કોની પાસેથી ખરીદેલ છે, તે અંગે પણ ઝિણવટ ભરી તપાસ હાથ ધરી છે. વધુ તપાસ માળીયા હાટીના PSI રાઠોડ ચલાવી રહ્યા છે.