ETV Bharat / state

ઘેડના ગામો પૂરના પાણીમાં ફસાયા, લોકો નેજવું કરી સરકારની મદદની રાહે

પોરબંદર અને જૂનાગઢના ઘેડ વિસ્તારના ગામો પૂરના પાણીની (Flooding in Ojat and Bhadar river)વચ્ચે ફસાયા છે. આ પાણી માણાવદર, કેશોદ, માંગરોળ તાલુકાના ઘેડ વિસ્તારમાં પહોંચતા જળબંબાકાર હાલત થઈ ગઈ હતી. પાછલા 24 કલાકથી ઘેડ વિસ્તારના ગામો વરસાદી પાણીની વચ્ચે ઘેરાયેલા જોવા મળી રહ્યા છે.

ઘેડના ગામો પૂરના પાણીમાં ફસાયા, લોકો નેજવું કરી સરકારની મદદની રાહે
ઘેડના ગામો પૂરના પાણીમાં ફસાયા, લોકો નેજવું કરી સરકારની મદદની રાહે
author img

By

Published : Jul 15, 2022, 2:12 PM IST

જૂનાગઢ: પોરબંદર અને જૂનાગઢના ઘેડ વિસ્તારના (Ghed area of ​​Junagadh )ગામો પૂરના પાણીની વચ્ચે ફસાયા છે. કુદરતનું હેત ઘેડ માટે હવે આફત બની રહ્યું છે. મોટાભાગના ગામ લોકો વરસાદી પાણીની (Flooding in Ojat and Bhadar river)વચ્ચે ફસાયા છે. સરકાર તરફ કોઈપણ પ્રકારની રાહત મળે તે નજરે જોઈ રહ્યા છે સમગ્ર ઘેડ વિસ્તાર જ્યાં નજર પડે ત્યાં એકમાત્ર પૂરનું પાણી જોવા મળી રહ્યું છે.

ઘેડમાં પૂર

આ પણ વાંચોઃ પોલીસે બચાવ્યો ગંગા નદીમાં ડૂબતા યુવકનો જીવ, વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

ઘેડ વિસ્તાર જોવા મળ્યો પાણી પાણી - કુદરતી વર્ષાવેલા હેતની વચ્ચે હવે ઘેડ વિસ્તાર પૂર( Ghed area of Junagadh)અને વરસાદી પાણીમાં ગરકાવ થયેલો જોવા મળી રહ્યો છે. જૂનાગઢ અને પોરબંદર જિલ્લાના 50 જેટલા ગામો આજે વરસાદી પૂરનો સામનો કરી રહ્યા છે. પાછલા 24 કલાકથી ઘેડ વિસ્તારના ગામો વરસાદી પાણીની વચ્ચે ઘેરાયેલા જોવા મળી રહ્યા છે, પાછલા અનેક દસકાઓથી આ પ્રકારની સમસ્યાનો સામનો ઘેડ વિસ્તાર કરી રહ્યું છે ત્યારે ભાદર અને ઓઝત નદીમાં આવેલા અતિ ભારે વરસાદને કારણે પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જેમાં ઘેડના ગામો સતત પાણીની વચ્ચે દુષ્કાળ કહી શકાય તેવી પરિસ્થિતિમાં પોતાનું જીવન જીવી રહ્યા છે. અને સરકાર તરફ એકમાત્ર કોઈપણ પ્રકારની સહાય ભરી નજરે જોઈ રહ્યા છે.

આ પણ વાંચોઃ ઘેડ વિસ્તારમાં જ્યાં જૂઓ ત્યાં પાણી જ પાણી, દાયકાઓ જૂની સમસ્યા સરકાર નિવારે તેવી લોકમાગ

પાણીની વચ્ચે ઘેડની ખુમારી આજે પણ જીવંત - પાછલા 24 કલાકથી ઘેડના ગામોમાં વરસાદી અને પૂરનું પાણી પ્રવેશ કરી ચૂક્યું છે. ચારે તરફ જ્યાં નજર ઠરે ત્યાં એકમાત્ર વરસાદી પૂરના પાણીની વચ્ચે ઘેડની ખુમારી આજે પણ જીવંત જોવા મળી રહી છે. પાછલા ઘણા દસકાઓથી આ પરિસ્થિતિનું નિર્માણ થતું આવે છે ત્યારે પરિસ્થિતિ સામે બાથ ભીડીને જીવંત રહેવાની ખુમારી ઘેડના લોકોએ જાણે કે કેળવી લીધી હોય તે પ્રકારે વિપરીત પરિસ્થિતિ અને આપત્તિના સમયમાં પણ ખુમારીપૂર્વક પોતાનું જીવન નિર્વાહ કરી રહ્યા છે. ચારે તરફ પાણીની વચ્ચે ઘેડેના લોકો આજે પણ જોવા મળી રહ્યા છે હજુ સુધી સરકારી સહાય ઘેડ સુધી પહોંચી નથી ત્યારે તાકીદે સરકાર ઘેડ તરફ પણ નજર કરે અને મુશ્કેલીમાં ફસાયેલા ગામ લોકોને કઈ રીતે મદદ કરી શકાય તે માટેનું આયોજન થાય તેવી માંગ પણ ઘેડના ગામ લોકો કરી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.