જિલ્લાભરના ખેડૂતોને આર્થિક બોજા હેઠળ જીવવાનો વારો આવ્યો છે. કારણ કે, આ વર્ષે વાવાઝોડા અને કમોસમી વરસાદથી પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. આખા વર્ષની મહેનત પર પાણી ફરી વળતાં ખેડૂતો પર ચિંતાના વાદળો ઘેરાયા છે. જેથી ખેડૂતોએ મદદ માટે રાજ્ય સરકારના દ્વારે પહોચ્યાં હતાં.
ઉલ્લેખનીય છે કે, ખેડૂતોની સમસ્યાને ધ્યાનમાં લઈને રાજ્ય સરકાર દ્વારા આર્થિક સહાયની જાહેરાત કરવામાં આવી છે. પરંતુ, આ સહાય તેમના નુકસાનની સરખાણીએ ઓછી હોવાથી તેમની સમસ્યામાં કોઈ ખાસ ઘટાડો થયો નથી. જેથી ખેડૂતો આર્થિક સહાયના પેકેજમાં વધારો કરવાની માગ કરી રહ્યાં છે.