ETV Bharat / state

કેશોદના અજાબ ગામમાં ખુખાંર દિપડાના ભયને લઈ ખેડૂતોએ દિવસે વિજળી આપવાની કરી માંગ - Ajab village

કેશોદના અજાબ ગામની સીમમાં ખુંખાર દિપડો ફરી રહ્યો છે. ત્યારે ખેડૂતોએ મોટા પ્રમાણમાં તુવેરનુ વાવેતર કર્યું છે, જે તુવેરના ખેતરોમાં ખુંખાર દિપડો ફરી રહ્યો હોવાથી ખેડૂતોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. જેથી ખેડૂતોએ રાત્રીના બદલે દિવસે વિજ પુરવઠો આપવામાં આવે તેવી માંગ મામલતદારને કરી છે.

કેશોદના અજાબ ગામમાં ખુખાંર દિપડાના ભયને લઈ ખેડૂતોએ દિવસે વિજળી આપવાની કરી માંગ

author img

By

Published : Nov 6, 2020, 1:32 AM IST

  • કેશોદના અજાબ ગામના ખેડૂતોએ દિવસે વિજળી આપવાની માંગ કરી
  • ખેતરોમાં દિપડો ફરી રહ્યો હોવાથી ખેડૂતોમાં ડર
  • વિજ પાવર આપવા બાબતે મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું

જૂનાગઢઃ જિલ્લાના કેશોદના અજાબ ગામની સીમમાં ખુંખાર દિપડો ફરી રહ્યો છે. ત્યારે ખેડૂતોએ મોટા પ્રમાણમાં તુવેરનુ વાવેતર કર્યું છે, જે તુવેરના ખેતરોમાં ખુંખાર દિપડો ફરી રહ્યો હોવાથી ખેડૂતોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. જેથી ખેડૂતોએ રાત્રીના બદલે દિવસે વિજ પુરવઠો આપવામાં આવે તેવી માંગ મામલતદારને કરી છે.

થોડા દિવસ પહેલા દિપડાએ કર્યો તો એક પરિવાર પર હુમલાનો પ્રયાસ

આ વિસ્તારમાં વિજ પુરવઠા વિભાગ દ્વારા રાત્રીના સમયે વિજ પુરવઠો આપવામાં આવે છે. જેના કારણે રાત્રે ખેતરમાં કામ કરતા ખેડૂતો પર દિપડાના હુમલાની સંભવનાઓ વધી રહી છે. ખુંખાર દિપડાના હુમલાના ડરના કારણે ખેડૂતોનું જીવન જોખમમાં મુકાઈ ગયું છે. બે દિવસ પહેલાં જ રાત્રીના સમયે ખુંખાર દિપડાએ હરી લાલજીભાઈના ખેતરમાં કામ કરી રહેલા લોકો પર અચાનક હુમલાનો પ્રયાસ કર્યો હતો. જો કે, ખેડૂતોએ ભારે બુમરાડ મચાવી હતી અને ભાગી છુટવામાં સફળ રહ્યા હતા. દિપડાના હુમલાના પ્રયાસના કારણે ખેડૂતો અને પરિવારજનોમાં ખોફનાક ડર છવાઈ ગયો છે.

રાત્રીના બદલે દિવસના સમયે વિજળી આપવાની માંગ

ખુંખાર દિપડાના આતંકના કારણે ખેડૂતોને રાત્રીના બદલે દિવસના સમયે વિજ આપવામાં આવે તેવી માંગ મામલતદારને કરી છે. જો દિવસના સમયે વિજ પુરવઠો આપવામાં આવે તો ખુંખાર દિપડાના હુમલાની સંભાવના ઓછી રહે અને ખેડૂતો તથા તેમના પરિવારજનોની સલામતી પણ જળવાઈ રહે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.