ETV Bharat / state

Fake MLA GUJARAT : નકલી MLA બનીને ફરતા રાજેશ જાદવના વધુ કારસ્તાનો આવ્યા સામે, લોકોને આવી રીતે છેતરતો

નકલી ધારાસભ્ય બનીને જૂનાગઢ અને રાજકોટ જિલ્લાના લોકોને સીસામાં ઉતારતા રાજેશ જાદવના વધુ કેટલાક કારસ્તાનો પોલીસે ઉજાગર કર્યા છે. હાલ પોલીસ તપાસમાં આરોપી રાજેશ જાદવે જૂનાગઢ જિલ્લાના વિસ્તારોમાં લોકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરી હોવાની વિગતો સામે આવી છે.

Etv Bharat
Etv Bharat
author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 13, 2023, 4:11 PM IST

Fake MLA GUJARAT

જૂનાગઢ : ગત 5મી ડિસેમ્બરની મધ્યરાત્રે તાલુકા પોલીસે વાહન ચેકિંગ દરમિયાન MLA GUJARAT લખેલી કાર પસાર થઈ રહી હતી. તેને અટકાવીને તપાસ કરતા તેમાં બેઠેલા વ્યક્તિએ પોતે ધારાસભ્ય હોવાની વાત કરતા સમગ્ર મામલામાં પોલીસને શંકા જતા તેની ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી હતી. જેમાં આરોપી રાજેશ જાદવ નકલી ધારાસભ્યની ઓળખ અને રાજ્યમંત્રી પશુપાલનના સહાયક તરીકેની બીજી ઓળખ રાખીને લોકોને સીસામાં ઉતારવાનું કારસ્તાન આચરી રહ્યો હોવાનું સામે આવતા પોલીસે તેની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી હતી. હાલ પોલીસ પકડમાં રહેલા આરોપી રાજેશ જાદવની તપાસ દરમિયાન મિસ્ટર નટવરલાલે કરેલા અનેક કારસ્તાનો બહાર આવ્યા છે.

લોકો પાસેથી મોટી માત્રામાં નાણા પડાવ્યા : નકલી ધારાસભ્ય રાજેશ જાદવ જૂનાગઢ સહિત રાજકોટ જિલ્લાના ઉપલેટા અને ધોરાજી વિસ્તારના લોકોને પણ વિવિધ સરકારી સહાયો, નોકરી અને બીમારીના કિસ્સામાં સરકારી રાહત અપાવવાના બહાને લોકો પાસેથી કરોડો રૂપિયાની છેતરપિંડી કરી હોવાની વિગતો પણ પોલીસ તપાસમાં મળી છે. જૂનાગઢ શહેર અને તાલુકા તેમજ માણાવદર પોલીસ માથકમાં નોકરી અપાવવાના બહાને 11 લાખની છેતરપિંડી કરી છે. એક મહિલાના પતિનું કોરોનામાં મોત થતા તેને સરકાર માંથી 25 લાખની સહાય અપાવશે તેવું આશ્વાસન આપીને તેની પાસેથી મોટી રકમ પડાવી હતી.

લાલચ આપીને લોકો સાથે છેતરપિંડી કરતો હતો : વધુમાં રાજેશ જાદવે મૃતક મહિલાના પુત્ર અને પુત્રીને સરકારી નોકરી અપાવવાના બહાને તેની પાસેથી 18 લાખ રૂપિયાનો તોડ કર્યો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. કેશોદમાં આવેલી સરકારી હાઈસ્કૂલમાં એક વ્યક્તિને શિક્ષક તરીકેની સરકારી નોકરી અપાવવાના બહાને તેની પાસેથી 4.75 લાખની ખેતરપિંડી કરી હતી. જૂનાગઢના માણાવદર, ઉપલેટા, ધોરાજી શહેરના A,B અને C ડિવિઝનમાં ફરિયાદો નોંધવામાં આવી છે.

પોલિસ તપાસમાં વધું ખુલાસા બહાર આવશે : પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાએ નાયબ પોલીસ અધિક્ષક કેશોદ બી.સી. ઠક્કરની આગેવાનીમાં એક ખાસ તપાસ ટીમની પણ રચના કરી છે. પોલીસ પકડમાં રહેલા આરોપી અને નકલી ધારાસભ્ય રાજેશ જાદવ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની ધારા 406, 416, 420, 465, 468 અને 471 વિરુદ્ધ અલગ અલગ પોલીસ માથકમાં ગુનાઓ દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે. રાજેશ જાદવે ખૂબ મોટી રકમનો તોડ કર્યો છે. આ રકમ તેણે કઈ જગ્યા પર રાખી છે અથવા તો તોડ કર્યા બાદ આ રકમ માંથી તેણે કેટલી સ્થાવર અને જંગમ મિલકત ઊભી કરી છે અને વધુમાં તેના બેન્ક ખાતામાં હાલ કેટલા રોકડ છે તેને લઈને પણ પોલીસે તપાસ શરૂ કરી છે.

  1. લો હવે.....જૂનાગઢથી નકલી ધારાસભ્ય ઝડપાયો, જાણો સમગ્ર મામલો
  2. વિસાવદરના AAPના MLA ભૂપત ભાયાણીએ પક્ષ અને ધારાસભ્ય પદેથી આપ્યું રાજીનામું

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.