જૂનાગઢ: ક્રાઇમના દરમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. સુરત, અમદાવાદ, રાજકોટ , વડોદરામાં સતત ક્રાઇમના કેસમાં વધારો થઈ રહ્યો છે. અમદાવાદની સાયન્સ સીટીમાં નોકરી કરતો વિશાલ ડાંગર નામનો વ્યક્તિ જુનાગઢ પોલીસ ચોપડે લઘુમતી સમાજના મજુરને ધમકી અને ધર્મ વિરોધી લાગણી દુભાય તે પ્રકારની ફોન પર ધમકી આપતો હતો. જે બાદ જુનાગઢ પોલીસ આજે અમદાવાદથી તેની અટકાયત કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
કર્મચારી પોલીસની પકડમાં: અમદાવાદ નજીક આવેલ સાયન્સ સિટીમાં નોકરી કરતાં વિશાલ ડાંગર નામના કર્મચારીને આજે જૂનાગઢ પોલીસે પકડી પાડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. માળીયા તાલુકાના દુધાળા ગામમાં ખેત મજૂરી કરતા લઘુમતી સમાજના મજુરને ફોન ઉપર ધમકી આપીને ધર્મ પ્રત્યે જાતીય કોમી વય મનષ્ય ફેલાય તે પ્રકારે ધમકી આપતો હતો. જેની પોલીસ ફરિયાદ લઘુમતી સમાજના મજૂરે ગત 20 મેના દિવસે માગરોળ પોલીસ સ્ટેશનમાં દાખલ કરી હતી. જેમાં પોલીસ તપાસને અંતે આરોપી અમદાવાદનો હોવાથી પોલીસે તેની ધરપકડ કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ અધિક્ષકે આપી વિગતો: જુનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષક રવિતેજા વાસમસેટ્ટીએ સમગ્ર મામલામાં મધ્યમોને વિગતો આપી છે. લઘુમતી સમાજના ખેત મજુરને ધાક ધમકી અને ધર્મ પ્રત્યે ફોન પર અપમાનિત કરતા અમદાવાદ ની સાયન્સ સિટીમાં નોકરી કરતો અને મૂળ ભાણવડ તાલુકાના કાટકોલા ગામનો વિશાલ ડાંગર હોવાનું પોલીસ ની સર્વેન્સ તપાસમાં સામે આવ્યું છે. ત્યારે આરોપીને પકડી પાડવા માટે જૂનાગઢની એક ટીમ અમદાવાદ સાયન્સ સીટી ખાતે પહોંચી હતી.
"સર્વેલન્સના આધારે પોલીસ પાસે જે પુરાવાઓ હતા. તેને આધારે નોકરી કરતા શંકાસ્પદ આરોપી વિશાલ ડાંગરની પૂછપરછ કરતા પોલીસ તપાસમાં ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવેલા માહિતી મુજબના ગુન્હાની કબુલાત વિશાલ ડાંગરે અમદાવાદ ખાતે પોલીસ સમક્ષ કરતાં પોલીસે તેની અમદાવાદથી અટકાયત કરીને આજે માંગરોળ પોલીસને સુપ્રત કર્યો છે"-- રવિતેજા વાસમસેટ્ટી (જુનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષક)
પોલીસે હાથ ધરી વધુ તપાસ: ફરિયાદી જુનાગઢ જિલ્લાના માળીયાહાટીના તાલુકાના દુધાળા ગામમાં ખેત મજૂર તરીકે કામ કરે છે. આરોપી અમદાવાદ ખાતે સાયન્સ સિટીમાં નોકરી કરે છે. ત્યારે સમગ્ર મામલો વધુ ચર્ચા બની જાય છે. આરોપી વિશાલ ડાંગરનું વતન જામનગર જિલ્લાના ભાણવડ તાલુકા નું કાટકોલા ગામ હોવાનું સામે આવ્યું છે. ત્યારે આરોપી વિશાલ ડાંગરે શા માટે ફરિયાદી લઘુમતી યુવાનને ફોન પર મારી નાખવા સહિત ધર્મ પ્રત્યે કોમી વય મનષ્ય ફેલાય તે પ્રકારની ધાક ધમકી આપવાના કિસ્સામાં માંગરોળ પોલીસ વધુ તપાસ કરી રહી છે. સમગ્ર મામલામાં આરોપી શા માટે ફરિયાદીને આ રીતે માનસિક હેરાન કરી રહ્યો હતો. તેના પરથી પડદો ઉંચકાય તેવી શક્યતા છે.