જૂનાગઢઃ આજ વહેલી સવારથી અહીં વાતાવરણ પલટાયેલું જોવા મળી રહ્યું છે. આના કારણે જુનાગઢ શહેર સહિત જિલ્લાના તમામ તાલુકાઓમાં વાદળછાયું વાતાવરણ છવાઈ ગયું છે. તેને લઈને શિયાળુ અને ઉનાળુ પાકોમાં નુકસાન થવાની પૂરી શક્યતા દેખાઈ રહી છે.
આ પણ વાંચોઃ Surat Unseasonal Rains: સુરતમાં કમોસમી વરસાદે ખેડૂતોની વધારી ચિંતા
વાતાવરણમાં પલટો શિયાળુ અને ઉનાળુ પાકોને નુકસાનની શક્યતાઃ હવામાન વિભાગે જે પ્રમાણે આ દિવસો દરમિયાન કમોસમી વરસાદ અને વાતાવરણમાં પલટાની જે ચેતવણી જાહેર કરી હતી. તે મુજબ આજે વહેલી સવારથી જૂનાગઢ શહેર સહિત જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. જોકે, ઉનાળાના દિવસો દરમિયાન પણ શિયાળા જેવો માહોલ અહીં લોકો અનુભવી રહ્યા છે.
કમોસમી વરસાદની આગાહીઃ શિયાળુ અને ઉનાળુ પાકોને કમોસમી વરસાદ અને વાતાવરણમાં આવેલા બદલાવને કારણે નુકસાન થઈ શકે છે હવામાન વિભાગે પણ આ દિવસો દરમિયાન વાતાવરણમાં પલટો અને કમોસમી વરસાદની જે આગાહી કરી હતી. તે મુજબ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે, જેના કારણે ખેડૂતોની ચિંતા પણ બમણી થતી જોવા મળી રહી છે.
આ પણ વાંચોઃ Unseasonal rains: અમરેલીમાં મેઘરાજાએ ખેડૂતોને કર્યા ક્લિન બોલ્ડ, પાકના નુકસાન અંગે સરકાર સહાય કરે તેવી માગ
ઘઉં અને કેરી સહિતના પાકોને નુકસાનની શક્યતાઃ વાતાવરણમાં આવેલા બદલાવને કારણે વરસાદની જે શક્યતા વ્યક્ત થઈ રહી છે. તેને લઈને તૈયાર એવા શિયાળુ પાકોને નુકસાન થવાની શક્યતા છે. બીજી તરફ ઉનાળામાં ગીર વિસ્તારમાં કેસર કેરીનો પાક પણ પુષ્કળ પ્રમાણમાં લેવામાં આવે છે. જો વરસાદ પડે અને ત્યારબાદ ઉનાળાની ગરમીની શરૂઆત થાય તો કેસર કેરીના પાકને પણ ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થઈ શકે છે.
દરેક જગ્યાએ વાદળછાયું વાતાવરણઃ હાલ તો શહેર સહિત મોટા ભાગના તાલુકાઓમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. તેની વચ્ચે સારા સમાચાર એ છે કે, હજી સુધી કોઈ પણ જગ્યા પર વરસાદને લઈને સમાચારો પ્રાપ્ત થયા નથી, પરંતુ જો વરસાદનું આગમન થાય તો કેરી અને ઘઉંના પાકને પૂરી નુકસાની થવાની શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે. આના કારણે ખેડૂતોનો જીવ પણ તાળવે બંધાયેલો જોવા મળે છે.