ETV Bharat / state

દેવ ભાષા સંસ્કૃતનું થઈ રહ્યું છે ડીજીટલાઈઝેશન કોણે શરૂ કરી કામગીરી....

author img

By

Published : Jun 29, 2022, 8:25 PM IST

સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી (Somnath Sanskrit University)દ્વારા સંસ્કૃત ભાષામાં લખાયેલા ગ્રંથો, પુસ્તકો, મેનુ સ્ક્રિપ્ટ અને કેટલાક મેગેઝીનનું ડીજીટલાઈઝેશન કરવામાં (Digitization of Sanskrit language books)આવી રહ્યું છે. યુનિવર્સિટીમાં પ્રાપ્ત 28,600 કરતાં વધુ પુસ્તકો મેન્યુસ્ક્રિપ્ટ અને 50 જેટલા મેગેઝીનનું ડીઝીટલાઈઝેશન કામ શરૂ કરવામાં આવ્યું છે.

દેવ ભાષા સંસ્કૃતનું થઈ રહ્યું છે ડીજીટલાઈઝેશન કોણે શરૂ કરી કામગીરી....
દેવ ભાષા સંસ્કૃતનું થઈ રહ્યું છે ડીજીટલાઈઝેશન કોણે શરૂ કરી કામગીરી....

જૂનાગઢઃ સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી દ્વારા (Somnath Sanskrit University)સંસ્કૃતના દુર્લભ મેનુ સ્ક્રિપ્ટ ગ્રથ(Books menu script) અને કેટલાક મેગેજીનનું ડીજીટલાઈઝેશનના માધ્યમથી પુસ્તકોની (Digitization of Sanskrit language books)સાથે દેવભાષા સંસ્કૃતને સાચવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. થોડા જ મહિનામાં ડીજીટલાઈઝેશનનું તમામ કામ પૂર્ણ થતા સંસ્કૃતના દુર્લભ અને ખૂબ જ જૂના પુસ્તકો આંગળીના ટેરવે જોવા મળશે.

ડીજીટલાઈઝેશન

સંસ્કૃતિના ગ્રંથાલયમાં સંસ્કૃત ભાષાના પુસ્તકોનું ડીજીટલાઈઝેશન - સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી દ્વારા સંસ્કૃત ભાષામાં લખાયેલા ગ્રંથો પુસ્તકો મેનુસ્ક્રિપ્ટ અને કેટલાક મેગેઝીનનું ડીજીટલાઈઝેશન કરવામાં આવી રહ્યું છે. યુનિવર્સિટીમાં પ્રાપ્ત 28,600 કરતાં વધુ પુસ્તકો મેનુ સ્ક્રિપ્ટ અને 50 જેટલા મેગેઝીનનું ડીઝીટલાઈઝેશન કામ શરૂ કરવામાં આવ્યું છે. જે આગામી મહિના દરમિયાન પૂર્ણ થયે સંસ્કૃત ભાષાના( Digitization of Sanskrit)મોટા ભાગના તમામ પુસ્તકો ગ્રંથો અને મેન્યુસ્ક્રિપ્ટ આંગળીના ટેરવે જોવા મળશે પાછલા કેટલાક મહિનાથી સંસ્કૃતિના ગ્રંથાલયમાં સંસ્કૃત ભાષાના પુસ્તકોનું ડીજીટલાઈઝેશન કામ શરૂ કરાયું છે.

સંસ્કૃત
સંસ્કૃત

આ પણ વાંચોઃ Sanskrit teachers in Bhavnagar: સંસ્કૃતના શિક્ષકોની ઘટ વચ્ચે ભાષાના શિક્ષકો શીખવશે ભગવતગીતા

ડીજીટલાઈઝેશન થતા દેવભાષા સંસ્કૃતને મળશે નવો આયામ - રાજ્યમાં એકમાત્ર સોમનાથ ખાતે સંસ્કૃત યુનિવર્સિટી આવેલી છે. અહીંની ગ્રંથાલયમાં 28,600 કરતાં પણ વધુ દુર્લભ જુના અને 100 વર્ષ કરતાં પણ પહેલાના પુસ્તકો સચવાયેલા છે. અહીં સમગ્ર દેશ અને દુનિયા માંથી સંસ્કૃત ભાષામાં અભ્યાસ કરવા માટે વિદ્યાર્થીઓ આવી રહ્યા છે આવી પરિસ્થિતિમાં પ્રત્યેક સંસ્કૃતના સંશોધનકાર અને અભ્યાસુને સંસ્કૃત ભાષાના પુસ્તકોનો ખૂબ મોટો ભંડોળ મળી રહે તે માટે સંસ્કૃત યુનિવર્સિટી દ્વારા પુસ્તકોનું ડીઝીટલાઈઝેશન શરૂ કરાયું છે. જે સંસ્કૃત ભાષાના અભ્યાસુ પંડિતો સંશોધનકારો અને વિદ્યાર્થીઓ માટે આવનારા દિવસોમાં ખૂબ જ આશીર્વાદ સમાન સાબિત થશે.

સંસ્કૃત
સંસ્કૃત

યુનિવર્સિટીની સામાન્ય નાગરિકો માટે પણ પહેલ - સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી દ્વારા સામાન્ય નાગરિકોને પણ સંસ્કૃત ભાષાની જાળવણી અને તેનો યોગ્ય ઉપયોગ થાય તે માટે પહેલ કરી છે. યુનિવર્સિટી દ્વારા જાહેર માધ્યમમાં ખબર આપીને કોઈપણ વ્યક્તિના ઘરમાં પડેલા સંસ્કૃત ભાષાના પુસ્તકો ગ્રંથો કે જેનો નિભાવ તેવો ન કરી શકતા હોય તેવા તમામ વ્યક્તિઓ સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીનો સંપર્ક કરે જેના થકી પ્રત્યેક વ્યક્તિના ઘરમાં પડેલા સંસ્કૃત ભાષાના ગ્રંથો અને સાહિત્યનું ડિજિટલાઈઝેશન થઈ શકે. વધુમાં સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી દ્વારા આવું સંસ્કૃતનું સાહિત્ય પૂરું પાડનાર પ્રત્યેક વ્યક્તિને ડિજિટલાઈઝેશન બાદ તેમના પુસ્તકો કે ગ્રંથોની ડિજિટલ કોપી વિનામૂલ્યે આપવાની પહેલ પણ કરી છે. જે દેવભાષા સંસ્કૃતને બચાવવા માટે ખૂબ જ મહત્વની સાબિત થશે.

આ પણ વાંચોઃ Bhagavad Gita Teaching : સુરતની શાળાના આચાર્યનો ભગવદ્ ગીતાનો ક્લાસ ફુલ, શા માટે થઇ રહ્યું છે શિક્ષણ જૂઓ

ડિજિટલાઈઝેશન થી વિદ્યાર્થી અને સંશોધનકારોને થશે ફાયદો - સંસ્કૃતને દેવભાષા તરીકે વિશ્વમાં ખ્યાતિ મળી છે, ત્યારે સંસ્કૃતના અભ્યાસુઓ ચિંતકો અને સંશોધનકારો માટે સંસ્કૃત ભાષાના પુસ્તકો મેળવવા ખૂબ મુશ્કેલ બની રહ્યા છે. આવી પરિસ્થિતિમાં ઘણાખરા પુસ્તકોનું છાપકામ બંધ કરી દેવામાં આવ્યું છે જેને કારણે આવા પુસ્તકોની નકલો ભાગ્યે જ જોવા મળે છે. સંસ્કૃત ભાષાને ખૂબ મહત્વનું પીઠબળ ડીજીટલાઈઝેશન પ્રક્રિયા દ્વારા પ્રાપ્ત થશે જે ગ્રંથો પુસ્તકોનું છાપકામ બંધ થયું છે તેવા પુસ્તકો ડિજિટલ માધ્યમથી સદાય સચવાયેલા જોવા મળશે, તો સાથે સાથે સંસ્કૃતમાં અભ્યાસ અને સંશોધન ક્ષેત્રે સંકળાયેલા વિદ્યાર્થીઓ અને સંશોધનકારો માટે આ ડીજીટલાઈઝેશનની પ્રક્રિયા આવનારા સમયમાં આશીર્વાદ સમાન સાબિત થશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.