ETV Bharat / state

જૂનાગઢમાં ટ્યુશન ક્લાસીસ શરૂ કરવા કમિશ્નર સમક્ષ માગ કરાઇ - Corporation

જૂનાગઢઃ છેલ્લા દસ દિવસથી શહેરમાં ખાનગી ટ્યુશન ક્લાસીસ બંધ હાલતમાં છે. જેને લઈ ખાનગી ક્લાસીસના સંચાલકો મનપાના નાયબ કમિશ્નર મળી તાકીદે સમગ્ર ડેડલોકનો ઉકેલ આવે તેવી માંગ કરી હતી.

jnd
author img

By

Published : Jun 11, 2019, 1:26 AM IST

જૂનાગઢમાં ફાયરસેફ્ટીને લઈ ખાનગી ટ્યુશન ક્લાસીસ બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે. વેકેશન બાદ શાળાના પ્રથમ દિવસે ટ્યુશન ક્લાસીસ શરૂ ન થતા ખાનગી ટ્યુશન ક્લાસીસના સંચાલકોએ મનપાના નાયબ કમિશ્નરને મળીને ઘટતી કાર્યવાહી તાકીદે પૂરી કરી અને તેમને ટ્યુશન ક્લાસીસ શરૂ કરવાની મંજૂરી આપવામાં આવે તેવી માંગ કરી હતી.

ટ્યુશન ક્લાસીસ સંચાલકોએ કમિશ્નરને કરી રજૂઆત

જૂનાગઢ શહેરમાં છેલ્લા દસ દિવસ કરતા વધુ સમયથી ખાનગી ટ્યુશન ક્લાસીસ બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે. સુરતના સરથાણામાં ખાનગી કોચિંગ ક્લાસીસમાં લાગેલી આગના કારણે રાજ્ય સરકાર દ્વારા તમામ કોચિંગ ક્લાસીસમાં ફાયર સેફટીને લઈને કોઈપણ પ્રકારની બેદરકારી નહીં ચલાવી લેવાની વાતને લઇને તમામ ક્લાસીસને બંધ કરી દેવાનો આદેશ કર્યો હતો.

જૂનાગઢ શહેરમાં છેલ્લા દસ દિવસથી 200થી વધુ કોચિંગ ક્લાસીસ બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે. વેકેશન બાદ શાળાઓ ફરીથી ખુલી રહી છે અને નવા સત્રનો પ્રારંભ થઇ રહ્યો છે. ત્યારે કોચિંગ ક્લાસીસ બંધ થતા કોચિંગ ક્લાસીસના સંચાલકો પણ ચિંતામાં જોવા મળી રહ્યા છે. જૂનાગઢના કોચિંગ ક્લાસીસના સંચાલકોએ જૂનાગઢ મનપાના નાયબ કમિશ્નરને મળીને સમગ્ર મામલે કોઈ હકારાત્મક નિર્ણય કરવામાં આવે તેમજ ફાયર સેફ્ટીને લઈ જે કઈ પણ પેરામીટર્સ છે તેને પૂરા કરી અને ખાનગી ટ્યુશન ક્લાસીસ અને તાકીદે ફરીથી શરૂ કરવામાં આવે તેવી મંજૂરી આપવાની વાત કરી હતી.

તાજેતરમાં મનપાના કમિશ્નર તરીકે નિમણુક પામેલા તુષાર સુમેરા પણ આજે વહીવટી કારણોસર રજા પર હતા. જેના કારણે નાયબ કમિશ્નર મળીને સમગ્ર ઘટનાને લઇને ઘટતુ કરવાની માંગ કરી હતી. નાયબ કમિશનરે પણ શાળા સંચાલકને માહિતી આપતા જણાવ્યું હતું કે, જે કંઈ પણ વિદ્યાર્થીઓના હિતમાં, ટ્યુશન ક્લાસીસ સંચાલકોના હિતમાં અને જાહેર હિતને ધ્યાને રાખીને આગામી દિવસોમાં યુદ્ધના ધોરણે એન.ઓ.સી અને ફાયર સેફ્ટીની ચકાસણીના મુદ્દાને લઈને કામગીરી હાથ ધરવામાં આવશે અને થોડા દિવસોમાં તમામ કાર્યવાહી પૂર્ણ કરીને ટ્યુશન ક્લાસીસ સંચાલકોને એન.ઓ.સી પ્રમાણપત્ર સુપ્રત કરવામાં આવશે. ત્યાર બાદ ખાનગી ટ્યુશન સંચાલકો તેમના ટ્યુશન ક્લાસીસ રાબેતા મુજબ શરૂ કરી શકશે.

Intro:છેલ્લા દસ દિવસથી જુનાગઢ માં ખાનગી ટ્યુશન ક્લાસીસ બંધ હાલતમાં છે જેને લઈને આજે ખાનગી ક્લાસીસના સંચાલકો મનપાના નાયબ કમિશનર મળીને તાકીદે સમગ્ર ડેડલોકનો ઉકેલ આવે તેવી માંગ કરી હતી

Body:છેલ્લા દસ દિવસ કરતા વધુ સમયથી જૂનાગઢમાં ફાયરસેફ્ટી ને લઈને ખાનગી ટ્યુશન ક્લાસીસ બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે આજે વેકેશન બાદ શાળાના પ્રથમ દિવસે ટ્યુશન ક્લાસીસ શરૂ ન થતા ખાનગી ટ્યુશન ક્લાસીસના સંચાલકોએ મનપાના નાયબ કમિશનરને મળીને ઘટતી કાર્યવાહી તાકીદે પૂરી કરી અને તેમને ટ્યુશન ક્લાસીસ શરૂ કરવાની મંજૂરી આપવામાં આવે તેવી માંગ કરી હતી

જૂનાગઢ શહેરમાં છેલ્લા દસ દિવસ કરતા વધુ સમયથી ખાનગી ટ્યુશન ક્લાસીસ ઓ બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે સુરતના સરથાણામાં ખાનગી કોચિંગ ક્લાસીસ માં લાગેલી આગ ને કારણે રાજ્ય સરકાર દ્વારા તમામ કોચિંગ ક્લાસીસ માં ફાયર સેફટી ને લઈને કોઈપણ પ્રકારની બેદરકારી નહીં ચલાવી લેવાની વાતને લઇને તમામ ક્લાસીસને બંધ કરી દેવાનો આદેશ કર્યો હતો જૂનાગઢ શહેરમાં છેલ્લા દસ દિવસથી ૨૦૦ કરતાં વધુ કોચિંગ ક્લાસીસ બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે આજથી વેકેશન બાદ શાળાઓ ફરીથી ખુલી રહી છે નવા સત્રનો પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે કોચિંગ ક્લાસીસ બંધ થતા કોચિંગ ક્લાસીસના સંચાલકો પણ ચિંતામાં જોવા મળી રહ્યા છે જૂનાગઢના કોચિંગ ક્લાસીસ ના સંચાલકોએ જૂનાગઢ મનપાના નાયબ કમિશનરને મળીને સમગ્ર મામલે કોઈ હકારાત્મક નિર્ણય કરવામાં આવે તેમજ ફાયર સેફટી ને લઈને જે કઈ પણ પેરામીટર્સ છે તેને પૂરા કરી અને ખાનગી ટ્યુશન ક્લાસીસ અને તાકીદે ફરીથી શરૂ કરવામાં આવે તેવી મંજૂરી આપવાની વાત કરી હતી તાજેતરમાં જ બદલીથી જૂનાગઢ મનપાના કમિશનર તરીકે નિમણુક પામેલા તુષાર સુમેરા પણ આજે વહીવટી કારણોસર રજા પર હતા જેને લઈને ટ્યુશન સંચાલકો કમિશનરને મળી શક્યા ન હતા પરંતુ નાયબ કમિશનર મળીને સમગ્ર ઘટનાને લઇને ઘટતુ કરવાની માંગ કરી હતી નાયબ કમિશનર એ પણ શાળા સંચાલકને માહિતી આપતા જણાવ્યું હતું કે જે કંઈ પણ વિદ્યાર્થીઓના હિતમાં ટ્યુશન ક્લાસીસ સંચાલકોના હિતમાં અને જાહેર હિતને ધ્યાને રાખીને આગામી દિવસોમાં યુદ્ધના ધોરણે એન.ઓ.સી અને ફાયર સેફટીની ચકાસણીના મુદ્દાને લઈને કામગીરી હાથ ધરવામાં આવશે અને થોડા દિવસોમાં તમામ કાર્યવાહી પૂર્ણ કરીને ટ્યુશન ક્લાસીસ સંચાલકોને એન.ઓ.સી પ્રમાણપત્ર સુપ્રત કરવામાં આવશે ત્યાર બાદ ખાનગી ટ્યુશન સંચાલકો તેમના ટ્યુશન ક્લાસીસ ઓ રાબેતા મુજબ શરૂ કરી શકશે

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.