જૂનાગઢ આજે સનાતન હિંદુ ધર્મમાં રક્ષાબંધનનો( Raksha Bandhan 2022 )પવિત્ર તહેવાર મનાવવામાં આવી રહ્યો છે. જૂનાગઢના ગૌ પ્રેમીઓએ અનોખી રીતે રક્ષાબંધનની ઉજવણી કરી છે. ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં ફેલાઈ રહેલા લમ્પી વાયરસ (Lumpy virus)સામે ગૌ વંશને સુરક્ષા પ્રદાન થાય તે માટે વિશેષ પૂજા અને પ્રાર્થના કરી ગૌવંશ વાયરસ સામે સુરક્ષિત બને તે માટે આજના દિવસે વિશેષ પૂજા અને પ્રાથના કરવામાં આવી હતી.
આ પણ વાંચો લમ્પી વાયરસને લઈને પશુપાલકો એ સહેજ પણ ગભરાવાની જરૂર નથી, પશુપ્રધાનની અપીલ
મંત્રોચ્ચાર સાથે કરવામાં આવી ગાયની પૂજા પંડિતોની હાજરીમાં મંત્રોચ્ચાર સાથે ગૌ પૂજન કરીને ગાયોને રક્ષા સૂત્ર બાંધવામાં આવ્યુ હતુ. જેમાં જૂનાગઢના ગૌ પ્રેમીઓએ ખૂબ જ ઉત્સાહ અને ધાર્મિક આસ્થા સાથે ગૌ પૂજનમાં ભાગ લીધો હતો. સૌરાષ્ટ્રમાં લમ્પી વાયરસ ખૂબ જ ચિંતાજનક રીતે આગળ વધી રહ્યો છે. આજે પવિત્ર રક્ષાબંધનના તહેવાર નિમિત્તે પંડિતોને હાજરીમાં ધાર્મિક વિધિ વિધાન અને મંત્રોચ્ચાર સાથે ગાય માતાનું પૂજન કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો કેન્દ્રીય રાજ્ય પ્રધાનેે રક્ષાબંધન પર પાટીલને આપી મોટી ભેટ
રક્ષાબંધનનો તહેવાર ગાયને રક્ષા સૂત્ર બાંધીને ઉજવ્યો ગૌ પ્રેમીઓએ ગાયને રક્ષા સુત્ર બાંધીને ખૂબ જ ભયજનક રીતે આગળ વધી રહેલા લમ્પી વાયરસથી સમગ્ર સૃષ્ટિના ગૌવંશ સુરક્ષિત થાય તે માટે પ્રાર્થના કરી હતી. આજના દિવસે અનોખી રીતે રક્ષાબંધનનો તહેવાર ગાયને રક્ષા સૂત્ર બાંધીને ઉજવ્યો હતો. લમ્પી વાયરસના કારણે અનેક ગૌવંશ બીમાર હાલતમાં છે અને કેટલા ગૌવંશના મોત લમ્પી વાયરસને કારણે થયા છે, ત્યારે આવી પરિસ્થિતિમાં ગૌવંશની સુરક્ષા થાય તે માટે પ્રથમ વખત ગાયને રક્ષા સૂત્ર બાંધવાનો કાર્યક્રમ ગૌ પ્રેમીઓએ શરૂ કર્યો છે.