ETV Bharat / state

કોરોના સંક્રમણની અસર ભવનાથ તળેટીમાં આવેલા આશ્રમો, વાડીઓ અને ધર્મશાળાઓ પર જોવા મળી

દર વર્ષે શ્રાવણ મહિનામાં ભવનાથની તળેટી ભક્તોથી છલકાતી જોવા મળતી હતી. તે આ વર્ષે કોરોના મહામારીના કારણે સુમ-સામ વર્તાઈ રહી છે. જેની ભવનાથ આશ્રમ, જ્ઞાતિની વાડી અને ધર્મશાળામાં પર જોવા મળી રહી છે.

જૂનાગઢ
જૂનાગઢ
author img

By

Published : Jul 22, 2020, 1:53 PM IST

જૂનાગઢઃ કોરોના સંક્રમણ હવે વ્યાપક બની રહ્યું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યાં છે. ગત વર્ષે શ્રાવણ મહિનામાં ગિરનારની ભવનાથ તળેટીમાં લાખોની સંખ્યામાં ભાવિકો ભગવાન ભવનાથ મહાદેવના દર્શન માટે દેશ અને દુનિયામાંથી આવ્યા હતા. પરંતુ આજે કોરોના વાઈરસના સંક્રમણના કારણે ભવનાથ અને ગિરિ તળેટી શિવભક્તો ભાવિકો અને યાત્રિકો વિના સુમ-સામ જોવા મળી રહી છે.

કોરોના સંક્રમણની અસર ભવનાથ તળેટીમાં આવેલા આશ્રમો, વાડીઓ અને ધર્મશાળાઓ પર જોવા મળી
ભવનાથ વિસ્તારમાં અનેક ધાર્મિક આશ્રમ વિવિધ જ્ઞાતિની વાડીઓ અને ધર્મશાળાઓ આવેલી છે. ગત વર્ષે શ્રાવણ મહિનામાં ભવનાથમાં ઉતારવા માટેની જગ્યા મળી રહે અને ભીડભાડથી દૂર રહેવું પડે તેને લઈને ભાવિકો દ્વારા અગાઉથી બુકીંગ પણ કરવામાં આવ્યા હતા. પરંતુ આ વર્ષે કોરોના વાઈરસના ખતરાને પગલે ભવનાથ વિસ્તારમાં શિવભક્તો અને ભાવિકો આવવાનું ટાળી રહ્યા છે. જેના કારણે તમામ ધાર્મિક આશ્રમો જ્ઞાતિની વાડીઓ અને ધર્મશાળાઓ આજે શિવભક્ત ભાવિકો અને યાત્રિકો વિના શાંત જોવા મળી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.