કેશોદ માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે ખરીદાયેલી મગફળી ખુલ્લા મેદાનમાં રખાતી હોવાનું બહાર આવ્યું હતું. સરકારી નિયમ મુજબ દરરોજ સાંજે ગોડાઉનમાં મગફળી પહોંચાડવાની હોય છે, પરતું આ મગફળી યાર્ડમાંથી સાંજે ગોડાઉનમાં મોકલાતી નથી.
ખેડૂત હિત રક્ષક સમિતિ દ્વારા બીજો મગફળી કાંડ થવાની દહેશત ઉભી થઇ હતી. આ અગાઉ પણ કેશોદ યાર્ડમાં તુવેરકાંડ થઇ ચૂક્યો છે. ત્યારે માર્કેટિંગ યાર્ડમાં અધિકારીઓ સરકારી નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરતા નજરે પડ્યા હતાં.