જૂનાગઢઃ રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ રાજ્યોના મજૂરોને તેમના વતન મોકલવાની કામગીરી ટ્રેન મારફત શરૂ કરવામાં આવી છે, ત્યારે સુરતમાં રહેલા અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વતન ધરાવતા લોકોને પણ સૌરાષ્ટ્ર તરફ પરત મોકલવામાં આવે તેવી માગ કરતો પત્ર સુરત જિલ્લા વહીવટી તંત્રને લખીને સૌરાષ્ટ્રના મજૂરોને પરત મોકલવાની માગ કરી છે.
વિસાવદરના કોંગી ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ સૌરાષ્ટ્રના મજૂરોને વતન મોકલવાની કરી માગ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં રહીને રોજગારી મેળવતા તમામ લોકો અને પરિવારોને ટ્રેન મારફત તેમના વતન અને રાજ્યોમાં મોકલવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત અમદાવાદ અને સુરત ખાતેથી ટ્રેન મારફત કેટલાક મજૂર અને રોજગારી મેળવતા પરિવારોને તેમના વતન તરફ મોકલવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, ત્યારે સૌરાષ્ટ્રના પણ ઘણા ખરા લોકો અમદાવાદ અને સુરતમાં કામ કરી રહ્યાં છે. આવા પરિવારોને પણ સૌરાષ્ટ્રના તેમના વતન તરફ મોકલવાની કામગીરી સરકાર દ્વારા કરવામાં આવે તેવી માગ વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ કરી છે.વિસાવદરના કોંગી ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ સૌરાષ્ટ્રના મજૂરોને વતન મોકલવાની કરી માગ જે પ્રકારે સૌરાષ્ટ્રમાંથી અન્ય પ્રાંતના મજૂરો પોતાના વતન પરત ફરી રહ્યાં છે, ત્યારે સૌરાષ્ટ્રમાં ખેતીને લઈને અનેક પ્રશ્નાર્થો ઉભા થઈ રહ્યાં છે, ત્યારે સૌરાષ્ટ્રના લોકોને તેમના વતન તરફ સુરત અને અમદાવાદ સહિત રાજ્યના કેટલાક જિલ્લાઓમાંથી પરત મોકલવામાં આવે તો સૌરાષ્ટ્રની ખેતીને શારીરિક શ્રમ માટે પરિવારના સભ્યોની હાજરી કૃષિ પાકો બચાવી શકવા માટે મદદરૂપ બની શકે તેવી માગ કરતો પત્ર સુરત જિલ્લા વહીવટીતંત્ર લખી હર્ષદ રિબડીયા એ તાકીદે ઘટતું કરવાની પત્ર દ્વારા માગ કરી હતી.