જૂનાગઢઃ ગીરના જંગલમાં જોવા મળતું ચિંકારા હરણ કેસર કેરીની મજા માણતુ હોવાની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
ગીરના જંગલમાં જોવા મળતું ચિંકારા હરણ અત્યારે કેરીની સીઝન પૂર્ણ થવાને બિલકુલ નજીક પહોંચી છે, ત્યારે ગીર કેસરીની મનપસંદ તેવું ચિંકારા હરણ ગીરીની કેસર કેરીનો સ્વાદ માણતું હોય તેવી તસવીર સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહી છે. હરણ જે પ્રકારે છલાંગ લગાવીને કેસર કેરીનો સ્વાદ માણી રહ્યું છે તે જ પ્રકારે ગીર કેસરી પણ છલાંગ લગાવીને ચિંકારાનો શિકાર કરતા હોય છે.
![જૂનાગઢ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/01:55_gj-jnd-01-chinkara-photo-01-av-7200745_11062020081437_1106f_1591843477_130.jpg)
હાલ, ગીર વિસ્તારમાં કેસર કેરીની સીઝન બિલકુલ પૂર્ણ થવાને આરે આવી પહોંચી છે, ત્યારે જંગલમાં જોવા મળતા ચિંકારા હરણ કેસર કેરીની વિદાયના સમયે તેનો સ્વાદ માણવાની તક મળતાં છલાંગ લગાવીને કેસર કેરી ને પકડી અને તેનો સ્વાદ માણ્યો હતો. ચિંકારા હરણ કેસર કેરીનો સ્વાદ માણતું હોય તેવી તસવીર સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ છે.