ETV Bharat / state

ગોરખનાથ આશ્રમમાં ત્રિલોકનાથ બાપુની તિથિની ઉજવણી કરાઈ

ભવનાથ સ્થિત ગુરૂ ગોરખનાથ આશ્રમમાં ત્રિલોકનાથ બાપુની તિથિની ધાર્મિક વાતાવરણમાં તેમજ સમગ્ર રાજ્યના સંતો અને મહંતોની હાજરીમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

Etv Bharat, Gujarati News, Junagadh News
ગોરખનાથ આશ્રમમાં ત્રિલોકનાથ બાપુની તિથિની કરાઈ ઉજવણી
author img

By

Published : Mar 17, 2020, 2:23 PM IST

જૂનાગઢઃ ભવનાથ સ્થિત ગુરૂ ગોરખનાથ આશ્રમમાં મહંત ત્રિલોકનાથ બાપુની તિથિનું ધાર્મિક વિધિ વિધાન સાથે મંગળવારે ઉજવણી કરવામાં આવી હતી. છેલ્લા ઘણા વર્ષોથી ગુરૂ ગોરખનાથ આશ્રમમાં ત્રિલોકનાથ બાપુની તિથિ નિમિત્તે ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે મંગળવારે બાપુની તિથિ નિમિત્તે આશ્રમમાં સમગ્ર દિવસ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.

ગોરખનાથ આશ્રમમાં ત્રિલોકનાથ બાપુની તિથિની કરાઈ ઉજવણી
મંગળવારે ત્રિલોકનાથ બાપુની તિથિ ઉજવણીમાં ભાગ લેવા માટે સમગ્ર ગુજરાત અને હરિયાણા તેમજ દેશના અન્ય પ્રાંતોમાંથી પણ સાધુ સંતો અને મહંતોને સાદર નિમંત્રણ પાઠવવામાં આવ્યું હતું, ત્યારે મંગળવારે મોટી સંખ્યામાં સમગ્ર રાજ્યમાંથી સાધુ સંતો અને મહંતો હાજરી આપીને ત્રિલોકનાથ બાપુના ધાર્મિક તિથિ પ્રસંગે યોજવામાં આવેલી ધર્મસભામાં પણ હાજરી આપી હતી. મંગળવારે સમગ્ર દિવસ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમોની સાથે સંતવાણી અને ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તેમાં પણ બહોળી સંખ્યામાં બાપુના સેવકો અને ભક્તો હાજરી પણ આપશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.