ETV Bharat / state

કોરોના કાળમાં તમામ તકેદારીઓ સાથે પણ નાગર જ્ઞાતિમાં ગવાઈ છે બેઠા ગરબા

નવરાત્રિનો તહેવાર આવી ચૂક્યો છે. પરંતુ કોરોના સંક્રમણને કારણે તમામ પ્રકારના જાહેર ગરબાને પ્રતિબંધિત કરવામાં આવ્યા છે. આવી પરિસ્થિતિમાં આદિ-અનાદિ કાળથી યોજાતા બેઠા ગરબા વધુ પ્રચલિત બન્યા છે. નરસિંહ મહેતાના સમયથી નાગર જ્ઞાતિમાં ગાવામાં આવતા બેઠા ગરબા કોરોના સંક્રમણને કારણે તમામ તકેદારીઓ સાથે આજે પણ યોજાઈ રહ્યા છે.

junagadh
નવરાત્રી
author img

By

Published : Oct 19, 2020, 11:44 AM IST

  • નરસિંહ મહેતાના સમયથી નાગરી નાતમાં બેઠા ગરબાનું મહત્વ
  • આદિ-અનાદિ કાળથી યોજાતા બેઠા ગરબા વર્તમાન સમયમાં વધુ પ્રચલિત બન્યા
  • કોરોના સંક્રમણને કારણે તમામ તકેદારીઓ સાથે યોજાઈ રહ્યા છે બેઠા ગરબા

જૂનાગઢ : નવરાત્રિનો તહેવાર આવી ચૂક્યો છે, ત્યારે કોરોના સંક્રમણને કારણે તમામ પ્રકારના જાહેર ગરબાને પ્રતિબંધિત કરવામાં આવ્યા છે. આવી પરિસ્થિતિમાં આદિ-અનાદિ કાળથી યોજાતા બેઠા ગરબા વધુ પ્રચલિત બન્યા છે. નરસિંહ મહેતાના સમયથી નાગર જ્ઞાતિમાં ગાવામાં આવતા બેઠા ગરબા કોરોના સંક્રમણને કારણે તમામ તકેદારીઓ સાથે આજે પણ યોજાઈ રહ્યા છે.

નવરાત્રિ અને બેઠા ગરબા

નવરાત્રિ દરમિયાન આદિ-અનાદિ કાળથી બેઠા ગરબા ગવાય રહ્યા છે. એક રીતે જોઈએ તો બેઠા ગરબા પ્રાચીન ગરબા સ્વરૂપમાં પણ જોવા મળી રહ્યા છે. દેવી-દેવતાઓના સમયથી આ પ્રકારના ગરબાનું આયોજન થતું રહ્યું હતું. આ પ્રાચીન પરંપરા આજે પણ જૂનાગઢની નાગર જ્ઞાતિમાં જોવા મળે છે અને કહેવાય છે કે, નરસિંહ મહેતાના સમયથી નાગરી નાતમાં બેઠા ગરબાનું ખૂબ મહત્વ જોવા મળતું આવ્યું છે.

કોરોના કાળમાં તમામ તકેદારીઓ સાથે નાગર જ્ઞાતિમાં આજે પણ ગવાઈ છે બેઠા ગરબા
કોરોના કાળમાં બેઠા ગરબા બન્યા વધુ પ્રસ્તુતકોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે તમામ પ્રકારના ગરબાનું આયોજન સ્થગિત કર્યું છે. ત્યારે જૂનાગઢમાં આદિ-અનાદિ કાળથી યોજાતા આવતાં બેઠા ગરબા વર્તમાન સમયમાં વધુ પ્રચલિત બન્યા છે. આ પ્રકારની પરંપરા નાગર જ્ઞાતિમાં વિશેષ જોવા મળે છે.ઉભા અને બેઠા ગરબાનો તફાવત

બેઠા ગરબાને પ્રાચીન ભારતના ગરબા પણ કહેવાય છે. દેવી-દેવતાઓના સમયમાં આ પ્રકારના ગરબાનું આયોજન થતું હતું. આ ગરબામાં સૌ કોઈ એક સાથે બેસીને સંગીતના વાદ્યોના સથવારે ગરબા ગાઇને નવરાત્રીની ઉજવણી કરવામાં આવતી હોય છે. સમય બદલાતાં બેઠા ગરબાની જગ્યા ઉભા ગરબાએ લીધી અને લોકો સામૂહિક રીતે ગરબે ઘૂમતા જોવા મળ્યા. પરંતુ બેઠા ગરબાનું મહત્વ આધુનિક સમયમાં પણ એટલું વ્યાપક જોવા મળી રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.