જુનાગઢ: તમારું વિજબિલ બાકી છે, જો આ પ્રકારનો ફોન કે મેસેજ તમને પ્રાપ્ત થાય તો સાવધાન થઈ જજો. બની શકે કે, આ ફોન કોલ કે મેસેજ કોઈ ઓનલાઇન છેતરપિંડી કરતા ગીરો માથી આવી શકે છે. આજ પ્રકારનો ફોન અને મેસેજ જૂનાગઢ ના જાગૃત નાગરિક ધીરુભાઈ જોશીને પ્રાપ્ત થયો હતો પરંતુ સમય સૂચકતા અને વીજબિલ ભરવાનું બાકી નહીં હોવાને કારણે ધીરુભાઈ જોશી સંભવિત ઓનલાઇન છેતરપિંડી માંથી આબાદ રીતે બચી ગયા હતા.
આ પણ વાંચો: Statewide Cyber Racket: સુરત ખટોદરા પોલીસ દ્વારા રાજય વ્યાપી સાયબર રેકેટ કરનાર આરોપીની ધરપકડ
ધીરુભાઈ બચ્યા ઓનલાઈન છેતરપિંડીથી: ઓનલાઇન છેતરપિંડી કરતા ગીરો હવે ગ્રાહકોને વીજબીલ બાકી છે અથવા તો તમારુ વીજીબીલ મોડું ભરાયું છે તેને લઈને લોકોને ખેતરપિંડીનો ભોગ બનાવવાની શરૂઆત કરી છે, પરંતુ સતેજ અને આવી ઓનલાઇન છેતરપિંડીથી સંપૂર્ણપણે વાકેફ જુનાગઢ ધીરુભાઈ જોશી આજે ઓનલાઈન છેતરપિંડીથી બચી ગયા છે. ધીરુભાઈ જોશીએ ઈ ટીવી ભારત સાથે કરી વાતચીત ધીરુભાઈ જોશી ને અજાણ્યા નંબર પરથી ફોન આવે છે, તમારું વીજબિલ બાકી છે, તમારે google play store માંથી એપ્લિકેશન ડાઉનલોડ કરીને તેનો ઓટીપી નંબર અમને આપો. જેથી 10 રુપિયા જેવા મામૂલી દરે તમારું બાકી રહેતું વીજબિલ અથવા તો મોડું ભરાયેલું વીજબિલ અમે નિયમિત કરી આપીશું. આ પ્રકારની માયાજાળ ભરી વાતચીત અને સંદેશાઓ દ્વારા ઓનલાઇન છેતરપિંડી કરતા ગીરો લોકોને ભોગ બનાવી રહ્યા છે.
ધીરુભાઈને છેતરવામાં અસફળ રહ્યો: આ પ્રકારની છેતરપિંડીની અનેક કિસ્સાઓ સામે આવતા ધીરુભાઈ જોશી સમગ્ર મામલાને ખૂબ જ ગંભીરતાથી સમજી ગયા અને ફોન કોલ કરનાર વ્યક્તિની પૂછપરછ શરૂ કરતા આ વ્યક્તિ પણ ધીરુભાઈને છેતરવામાં અસફળ રહ્યો અને અંતે ફોન કરનાર વ્યક્તિ ફોન કટ કરી દેતા ધીરુભાઈ સંભવિત ઓનલાઈન છેતરપિંડી માંથી બચી ગયા છે. આ પ્રકારની સાવચેતી પ્રત્યેક વ્યક્તિ રાખે તો ઓનલાઇન છેતરપિંડી કરતા ગીરોની માયાજાળ સંકેલવામા સફળતા મળી શકે તેમ છે.
આ પણ વાંચો: Vadodara : વડોદરામાં રેલવેમાં નોકરી અપાવવાના બહાને બે યુવકો સાથે અઢી લાખની થઇ છેતરપિંડી
પોલીસ ફરિયાદ કરવાનું ટાળ્યું: ધીરુભાઈ જોશીએ અજાણ્યા નંબર પરથી કોઈ છેતરપિંડી કરનાર ગીર નો ફોન કોલ અને મેસેજ આવ્યો છે જેની તમામ જાણકારી સાયબર ક્રાઇમ પોલિસ મથકમાં ટેલીફોન મારફતે જાણ કરી હતી, પરંતુ તેમની સાથે કોઈ પણ પ્રકારની ઓનલાઈન છેતરપિંડી થઈ નથી જેને લઇને પોલીસ ફરિયાદ દાખલ કરવાની નોબત આવી નથી જે પ્રકારે ધીરુભાઈ જોશી ખૂબ જ સાવચેતી અને ગંભીરતા દાખવીને સંભવિત છેતરપિંડીને ખાળવામાં સફળતા મેળવી છે, તેવી જ રીતે પ્રત્યેક વ્યક્તિ ખૂબ જ ગંભીરતાથી અને સાવચેતીપૂર્વક ઓનલાઇન વ્યવહાર કરે તો આવા છેતરપિંડી કરનાર ગીરોને સફળતાપૂર્વક ખુલ્લા પાડવામાં સફળતા મળે તેમ છે.