- જૂનાગઢના કેશોદમાં લાગ્યા બેનરો
- ખેડૂત હીત રક્ષક સમિતિએ લગાવ્યા બેનરો
- મુખ્યપ્રધાન આવી રહ્યા છે કેશોદ
જૂનાગઢ : કેશોદમાં ગુજરાત રાજયના મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણી આવી રહ્યા છે. ત્યારે કેશોદના હીત રક્ષક સમિતિ દ્વારા મુખ્યપ્રધાનના આગમન પહેલાં જ કેશોદ શહેરમાં બેનરો લગાવાયા છે અને બેનરમાં લખાયું છે કે, મુખ્યપ્રધાનનું કેશોદમાં સ્વાગત છે. પરંતુ પ્રથમ તો ખેડૂતોનો 2019ની વર્ષનો પાક વિમો બાકી છે, તે ખેડૂતોને ચુકવો.
બેનર લાગવાથી પોલીસમાં દોડધામ મચી ગઇ
આ સાથે સાથે પોષ્ટર ઉપર લખવામાં આવ્યું છે કે, વિમા કંપનીને 185 કરોડ રૂપિયા ચુકવો. જેથી ખેડૂતોને વીમો મળે. બેનર લાગવાથી પોલીસમાં દોડધામ મચી ગઇ હતી. તેમજ ખેડૂત હીત રક્ષક સમિતિ દ્વારા આ બેનર લગાવવામાં આવતા રાજકારણ પણ ગરમાયું હતું. જયારે મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણી આવવાના છે. ત્યારે ખેડૂત હીત રક્ષક સમિતિએ અગાઉ જ તેનો વિરોધ કર્યો હતો.