- જૂનાગઢની બહાઉદ્દીન કોલેજને 120 વર્ષ થયા
- વર્ષ 1897માં 2.50 લાખના ખર્ચે જૂનાગઢના નવાબે કોલેજનું કરાવ્યું હતું બાંધકામ
- જે તે સમયે ભારતના વાઈસ રોય લોર્ડ કર્ઝન દ્વારા કોલેજનું લોકાર્પણ કરાયું હતું
- સ્થાનિક કારીગર જેઠા ભગા મિસ્ત્રી દ્વારા કોલેજનું બાંધકામ કરવામાં આવ્યું હતું
- આજથી 120 વર્ષ પહેલાં પણ જૂનાગઢના નવાબ શિક્ષણને લઈને ગંભીર હતાં
જૂનાગઢઃ આજથી બરોબર 120 વર્ષ પહેલા જૂનાગઢમાં બહાઉદ્દીન કોલેજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જે તે સમયના ભારતના વાઈસરોય લોર્ડ કર્ઝન દ્વારા કોલેજ વિદ્યાર્થીઓના અભ્યાસ માટે ખુલ્લી મૂકવામાં આવી હતી. આ કોલેજનો નિર્માણ જે તે સમયે 2.50 લાખના ખર્ચે જૂનાગઢના નવાબ રસુલખાન દ્વારા કરાવવામાં આવ્યું હતું. જેનું ખાતમુહૂર્ત 3 માર્ચ 1897ના દિવસે પોલિટિકલ એજન્ટ જે એમ હન્ટર દ્વારા કરવામાં આવ્યું હતું.
જૂનાગઢની બહાઉદ્દીન કોલેજ આજે 120 વર્ષ પૂરા કરીને 121 માં વર્ષમાં પ્રવેશ કરી રહી છે. વર્ષ 1900ની ત્રીજી નવેમ્બરના દિવસે જે તે સમયે ભારતના વાઈસરોય લોર્ડ કર્ઝન દ્વારા બહાઉદ્દીન વિનયન કોલેજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેને જૂનાગઢના નવાબ રસુલખાન દ્વારા અઢી લાખના ખર્ચે બંધાવવામાં આવી હતી જેનું ખાતમુહૂર્ત ત્રીજી માર્ચ 1897ના દિવસે પોલિટિકલ એજન્ટ જે.એમ હંટર દ્વારા કરવામાં આવ્યું હતું. લોકાર્પણ કરતી વખતે કોલેજના બાંધકામને જોઈને લોર્ડ કર્ઝન પણ અચંબામાં મુકાઈ ગયા હતા. આજથી 120 વર્ષ પહેલા શિક્ષણને લઈને ચિંતા કરતા જૂનાગઢના નવાબ રસુલખાને ભાવિ પેઢી શિક્ષણથી વંચિત ન રહે તે માટે આ કોલેજનું નિર્માણ કરાવ્યું હતું. જેમાં અભ્યાસ કરીને કરોડો વિદ્યાર્થીઓ આજે ઉચ્ચ પદ પર પહોંચવામાં સફળ રહ્યા છે.
● નવાબ રસુલખાનની શિક્ષણ પ્રત્યેની ચિંતાને કારણે જૂનાગઢને મળી બહાઉદ્દીન કોલેજ
જૂનાગઢના નવાબ રસુલખાન દ્વારા અઢી લાખના અનુદાનની માંથી આ કોલેજનું નિર્માણ કરાવવામાં આવ્યું હતું. જેને તેમના વજીર બહાઉદ્દીનના નામ સાથે કોલેજનું નામ જોડ્યુ હતું. કોલેજનું બાંધકામ સ્થાનિક જેઠા ભાગા મિસ્ત્રી દ્વારા કરવામાં આવ્યું હતું. કોલેજના બાંધકામમાં સિમેન્ટનો એક પણ જગ્યાએ ઉપયોગ કરવામાં આવ્યો ન હતો અને કોલેજની તમામ છત લાકડામાંથી બનાવવામાં આવી છે. જે આજે 120 વર્ષ બાદ પણ જેમની તેમ જોવા મળે છે. કોલેજમાં આયોજિત કાર્યક્રમ માટે સેન્ટ્રલ હોલ બંધાવવામાં આવ્યો હતો. જેમાં 52 જેટલા દરવાજા અને બારીઓ બનાવવામાં આવી છે. જે આજે પણ એશિયામાં પ્રથમ જોવા મળે છે.
● વોઇસ રોયલ લોર્ડ કર્ઝન બાંધકામને જોઈને પડ્યા અચંબામાં
કોલેજના લોકાર્પણ પ્રસંગે જે તે સમયના ભારતના વોઇસ રોય લોર્ડ કર્ઝન દરિયાઈ માર્ગે પ્રથમ વેરાવળ અને ત્યાંથી મોટર માર્ગે જૂનાગઢ આવ્યા હતા. કોલેજનું ભવ્ય બાંધકામ જોઈને લોડ કર્ઝન પણ અચંબામાં મૂકાઇ ગયા હતા અને કોલેજના બાંધકામ કરનારા કારીગર વિશે માહિતી પ્રાપ્ત કરી તો તેમના હોશકોશ ઊડી ગયા હતા. બાઉદીન કોલેજનું બાંધકામ જૂનાગઢના સ્થાનિક જેઠા ભગા મિસ્ત્રી દ્વારા કરવામાં આવ્યું હતું.
● 120 વર્ષ પહેલા જૂનાગઢના નવાબ રસુલખાન શિક્ષણ પ્રત્યે ચિંંતિત હતા
આજથી 120 વર્ષ અગાઉ જૂનાગઢના નવાબ રસુલખાન ભાવિ પેઢી શિક્ષિત બને તે માટે ખૂબ જ ચિંતિત હતા અને તેનું પરિણામએ હતું કે, વર્ષ 1900માં જૂનાગઢમાં બહાઉદ્દીન કોલેજ નામની શિક્ષણ સંસ્થાની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં કરોડો વિદ્યાર્થીઓએ અત્યાર સુધી અભ્યાસ કર્યો છે અને સર્વોત્તમ કહી શકાય તેવા પદો પર પણ આરૂઢ થયા છે.
● કોલેજનો સેન્ટ્રલ હોલ આજે પણ એશિયામાં સર્વોત્તમ
બહાઉદ્દીન કોલેજમાં આયોજિત શૈક્ષણિક કાર્યક્રમોનું આયોજન કરવા માટે સેન્ટ્રલ હોલ જે તે સમયે બનાવવામાં આવ્યો હતો. આ હોલની વિશેષતા એ છે કે, તેમાં 52 જેટલા બારી દરવાજાઓનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ પ્રકારની વ્યવસ્થા ધરાવતો બહાઉદ્દીન કોલેજનો સેન્ટ્રલ હોલ આજે પણ એશિયામાં એક માત્ર શૈક્ષણિક સંસ્થાના હોલ તરીકેનું બહુમાન ધરાવે છે.