જૂનાગઢ: જૂનાગઢમાં તિરંગા યાત્રાનું ખૂબ જ ગર્વ સાથે આયોજન થયું હતું. જુનાગઢની બહાઉદ્દીન કોલેજમાંથી તિરંગા યાત્રા શરૂ થઈ હતી. જે શહેરના વિવિધ માર્ગો પર ફરીને જુનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં વિધિવત રીતે સમાપન થઈ હતી. જેમાં પોલીસ જવાનોની સાથે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સરકારી કર્મચારીઓ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાંસદ ધારાસભ્ય સહિત ખૂબ મોટી સંખ્યામાં જૂનાગઢ વાસીઓએ હાજર રહીને આઝાદીના 75 વર્ષની ઉજવણી કરવામાં આવી.
75 મીટર લાંબા રાષ્ટ્રધ્વજ: થઈ રહેલ મેરી માટી મેરા દેશ અંતર્ગત આયોજિત થયેલી તિરંગા યાત્રામાં ભાગ લીધો હતો. યાત્રાના માર્ગ પર તિરંગા જોવા મળતા હતા જે અનોખી રાષ્ટ્ર ભક્તિના દર્શન પણ કરાવતા હતા.ભારત આઝાદીનું 75 મું વર્ષ ની વિશેષ ઉજવણી કરી રહ્યું છે. જેમાં જે કેટલીક શાળાના વિદ્યાર્થીઓએ 75 મીટર લાંબો રાષ્ટ્રધ્વજ તિરંગા યાત્રામાં સામેલ કરીને સુવર્ણ જયંતી વર્ષની ઉજવણીમાં અનોખી રીતે પોતાનું યોગદાન આપ્યું હતું. આઝાદીના 75 વર્ષ પૂરા થઈ રહ્યા છે. તેના ઉપ્લક્ષમાં અનેક આયોજન થઈ રહ્યા છે. ત્યારે આજે આયોજિત થયેલી તિરંગા યાત્રામાં વિદ્યાર્થીઓની સાથે કેટલાક પોલીસ કર્મચારીઓ પણ 75 મીટર લાંબા રાષ્ટ્રધ્વજ સાથે તિરંગા યાત્રામાં સામેલ થયા હતા.
જૂનાગઢની આઝાદી માટેની લડાઇ: નવાબના પાકિસ્તાન પ્રેમે જૂનાગઢને જોડ્યું પાકિસ્તાન સાથે 15મી ઓગસ્ટના દિવસે સમગ્ર દેશ અંગ્રેજોના શાસનમાંથી મુક્ત થયો હતો. પરંતુ જે-તે સમયે જૂનાગઢના નવાબે ભારત સાથે રહેવાની વાતને લઇને ઈનકાર કરીને જૂનાગઢ પાકિસ્તાનનો હિસ્સો છેઅને રહેશે તેવી જીદ પકડતાં સરદાર પટેલ દ્વારા જૂનાગઢની મુક્તિ માટેની લડાઇ શરૂ કરવામાં આવી હતી. આરઝી હકૂમત નામની સંસ્થા મુંબઈમાં શામળદાસ ગાંધીની આગેવાનીમાં સ્થાપવામાં આવી હતી. આરઝી હકૂમત ની લડાઈ કમિટીમાં શામળદાસ ગાંધી રતુભાઇ અદાણી અમૃતલાલ શેઠ સહિત કેટલાક આગેવાનોની હાજરીમાં જૂનાગઢની બહાઉદ્દીન કોલેજ ખાતે જાહેર સભા કરીને જૂનાગઢની આઝાદી માટેની લડાઇ શરૂ કરવામાં આવી હતી.