જૂનાગઢ ગુજરાત હાઈકોર્ટે (Gujarat High Court)રખડતા ઢોરના મામલાને લઈને કડક વલણ દાખવ્યું છે. રાજ્યની આઠ મહાનગરપાલિકામાં સરકારને તાકિદે આદેશ કરીને રખડતા ઢોરના ત્રાસમાંથી લોકોને મુક્તિ મળે તે પ્રકારે ઢોરને પકડવાની કામગીરી યુદ્ધ ના ધોરણે શરૂ કરવાનો આદેશ કર્યો છે. સાથે રાજ્ય સરકારને ફટકાર લગાવતા હાઇકોર્ટ સ્પષ્ટ કહ્યું છે કે રખડતા ઢોરને લઈને રાજ્ય સરકાર કોઈ અંતિમ નીતિ બનાવે જેને લઈને શહેરીજનોને રખડતા ઢોરના ત્રાસમાંથી મુક્તિ મળે. કોર્ટના કડક વલણ બાદ જૂનાગઢ મનપા સફાળી જાગી છે અને રખડતા ઢોરને પકડી પાડવા (Stray cattle in Junagadh)માટે કામગીરી શરૂ કરાઈ છે.
આ પણ વાંચો વડોદરામાં રખડતા ઢોર પકડવા ગયેલી ટીમ પર મહિલાઓ દ્વારા કરાયો હુમલો
મનપાએ ઢોરને પાંજરે પુરવાની કરી શરૂઆત હાઇકોર્ટના આદેશ બાદ જૂનાગઢ મનપા સાથે ETV Bharatતે વાત કરી હતી. આ દરમિયાન સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હરેશ પરસાણા જણાવ્યું કે જેમાં કોર્ટના આદેશ બાદ રખડતા ઢોરને પકડવાની કામગીરી (Gujarat Cattle Control Bill)શરૂ કરાય છે. શહેર માંથી 100 જેટલા રખડતા ઢોરને પકડી પાડવામાં આવ્યા છે. મનપાની ત્રણ ટીમ 24 કલાક સતત કામગીરી કરી રહી છે અને આગામી દિવસોમાં જૂનાગઢ શહેરને રખડતા ઢોરના ત્રાસ માંથી મુક્ત કરવા મનપા કમર કસી રહી છે.
આ પણ વાંચો સુરતમાં રખડતા ઢોર પકડાશે તો ત્રણ મહિના સુધી છોડવામાં નહીં આવે
વિપક્ષે લગાવ્યા નિષ્ક્રિયતાના આરોપ મનપાના શાસકો લોકોને પાયાની સુવિધા પણ (Stray cattle in Gujarat )પૂરી પાડવામાં ઉણા ઉતર્યા છે તેવો આરોપ વિપક્ષ કોંગ્રેસના નગરસેવકો લગાવી રહ્યા છે. જૂનાગઢ શહેરમાં આજે પણ જાહેર માર્ગો પર રખડતા ઢોરના ટોળાઓ જોવા મળે છે. થોડા દિવસ પહેલા વંથલી નજીક જૂનાગઢના આશાસ્પદ યુવાનનું પણ ઢોરની અડફેટે મોત થયું હતું. આ સિવાય જૂનાગઢ શહેરમાં અનેક કિસ્સાઓમાં રખડતા ઢોરે લોકોને અડફેટે લીધા છે. ઢોર પકડવાના દાવાને પોલા અને ખોખલા ગણાવીને વિપક્ષ કોંગ્રેસના કોર્પોરેટરો મનપાના શાસકો શહેરીજનોને પાયાની જરૂરિયાત પૂરી પાડવામાં અસફળ રહ્યા છે તેવો આરોપ પણ લગાવ્યો છે.