- તણાયેલ યુવાનના પરિવારે બાઇકની આપી ઓળખ
- કેશોદ પોલીસે ચોમાસા દરમિયાન તણાયેલા યુવાનની શોધખોળ શરૂ કરી
- ઘટના સ્થળે લોકોના ટોળા વળ્યા
જૂનાગઢઃ કેશોદની ઉતાવળિયા નદીમાં ચોમાસા દરમિયાન પૂરમાં યુવાન તણાઈ ગયો હતો. જેની બાઈક કેશોદના ઉતાવળિયા નદીમાંથી મળી આવી હતી. જેથી રાહદારીઓએ આ અંગે પોલીસને જાણ કરી હતી.
તણાયેલા યુવકનું બાઈક મળી આવ્યું
કેશોદના ઉતાવળિયા નદીમાંથી એક બાઈક મળી આવી છે. 2 માસ પહેલા કેશોદના એક ગામડામાંથી બાઈક સાથે યુવાન તણાયો હતો. જેની શોધખોળ શરૂ કરતા તે નહીં મળતાં અનેક તર્ક વિતર્કો સર્જાયા હતા, ત્યારે આજે બુધવારે કેશોદના ઉતાવળિયા નદીમાંથી તણાયેલા યુવકનું બાઈક મળી આવ્યું છે. જેથી કેશોદ પોલીસના જાણ થતાં પોલીસે ઘટના સ્થળે આવીને નદીમાંથી બાઈક બહાર કાઢ્યું હતું.