- સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા કિન્નરો માટેના પરિસંવાદનું આયોજન
- કિન્નરોના વિકાસ લક્ષી સરકારી યોજના પ્રત્યે કરાયા માહિતગાર
- સરકાર કિન્નરોને આર્થિક સમાનતાનો હક આપવા તરફ બની છે અગ્રેસર
જૂનાગઢ : સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા જૂનાગઢમાં કિન્નરોને પૂરતી માહિતી મળી રહે તેમજ રાજ્ય સરકાર દ્વારા જે યોજનાઓ ખાસ કરીને કિન્નરને ધ્યાને રાખીને બનાવવામાં આવી છે, આવી તમામ યોજનાઓ પ્રત્યેક કિન્નરો સુધી પહોંચે તેમજ યોજનાને લઈને કોઈપણ મુશ્કેલી હોય અથવા તો યોજનાનો લાભ કિન્નરો સુધી ન પહોંચતો હોય આવા કિસ્સામાં કિન્નરોએ શું કરવું જોઈએ, તેને લઈને એક પરિસંવાદનો આયોજન કરવામાં આવ્યું હતું. આ પરિસંવાદમાં જૂનાગઢના કિન્નરોની સાથે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના અધિકારી તેમજ કર્મચારીઓએ હાજર રહીને કિન્નરોને રાજ્ય સરકારની વિવિધ યોજના અને સેવાઓ પ્રત્યે માહિતગાર કર્યા હતા.
આ પણ વાંચો - ETV ભારતની કિન્નર સમાજ સાથે ખાસ વાતચીત...
રાજ્ય સરકાર દ્વારા પ્રત્યેક કિન્નરને પ્રતિમાસ 1000ની પેન્શન આપવાની થઈ શરૂઆત
રાજ્ય સરકાર દ્વારા જે તે જિલ્લાઓમાં નોંધાયેલા પ્રત્યેક કિન્નરના આર્થિક ઉત્થાન માટે દર મહિને 1000 રૂપિયાનું પેન્શન આપવાનું નક્કી થયું છે. જેનો લાભ સરકાર દ્વારા જે ધારાધોરણ નક્કી કરવામાં આવ્યા છે તે મુજબની યોગ્યતાઓ ધરાવતા ત્રીજી જાતિની વ્યક્તિ એટલે કે, કિન્નરને મળવાપાત્ર થશે. જેમાં સરકાર દ્વારા વય મર્યાદાને લઈને પણ કેટલીક જોગવાઇઓ અમલમાં મૂકી છે, તે મુજબ 40 વર્ષથી લઇને 60 વર્ષ સુધીના પ્રત્યેક કિન્નર સરકારની એક હજાર રૂપિયાની પેન્શન યોજનાના લાભાર્થીઓ બની શકે છે. જે માટે તેમને સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગનો સંપર્ક કરવાનો રહેશે અને ત્યારબાદ વિભાગ દ્વારા કિન્નરને પ્રતિમાસ પેન્શન આપવા લાયક છે કે, નહીં તે નક્કી કરીને અંતે સરકારી ધારાધોરણ મુજબ ત્રીજી જાતિની વ્યક્તિ એટલે કે કિન્નર તેમાં યોગ્ય થશે, તો સરકારનો પ્રતિમાસ 1000 રૂપિયાનું પેન્શન તેમને 60 વર્ષ સુધી મળવાપાત્ર થશે.
આ પણ વાંચો - લોકડાઉન અને કોરોના વાઈરસ વચ્ચે કિન્નરો કરી રહ્યા છે અનોખી સામાજિક સેવા