જૂનાગઢ: જૂનાગઢ જિલ્લાના વિસાવદર નજીક આવેલા મોટી મોણપરી પાસે શેખવા વિરપુર ગામના ખેતરમાં પાંચ વર્ષના એક પરપ્રાંતીય બાળકને જંગલી પ્રાણીએ મોતને ઘાટ ઉતારી દેતા પરપ્રાંતીય પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો. બીજી તરફ જંગલી પ્રાણીઓ દ્વારા માનવ વધના કિસ્સાને કારણે આસપાસના લોકોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે.
વિસાવદર નજીક મોણપરી ગામે 5 વર્ષના પરપ્રાંતિય બાળકને સિંહણે મોતને ઘાટ ઉતાર્યો ચોમાસાના સમય દરમ્યાન વિસાવદર પંથકમાં સિંહ કે દીપડા દ્વારા હુમલા કરવાના બનાવમાં ઘટાડો જોવા મળતો હતો. પરંતુ ગત એક અઠવાડિયાથી વરસાદ બંધ રહેતા ફરી એક વખત શિકારની ઘટનાઓએ ચિંતા ઊભી કરી છે. વિસાવદર પંથકમાં સિંહ અને દિપડા દ્વારા અવારનવાર હુમલા કરવામાં આવે છે. જેમાં મંગળવારે પરપ્રાંતીય મજૂર પરિવારનો પાંચ વર્ષનો બાળક જંગલી પ્રાણીનો શિકાર બન્યો હતો.વિસાવદર નજીક મોણપરી ગામે 5 વર્ષના પરપ્રાંતિય બાળકને સિંહણે મોતને ઘાટ ઉતાર્યો આ અંગે ફોરેસ્ટ વિભાગને જાણ કરાતા ફોરેસ્ટના અધિકારીઓએ ઘટના સ્થળે આવી માહિતી મેળવી હતી અને બાળક ઉપર સિંહણ દ્વારા હુમલો કરાયો હોવાની શક્યતા વ્યક્ત કરી છે.