- દિવંગત વ્યક્તિઓના અસ્થિઓના કળશ જાહેર પૂજન માટે જૂનાગઢમાં રખાય
- જૂનાગઢવાસીઓ કરશે અસ્થિ કળશના દર્શન
- ૧૫ હજાર અસ્થિ કળશનું ધાર્મિક વિધિ સાથે ગંગાઘાટમાં વિસર્જિત
જૂનાગઢઃ જિલ્લામાં સામાજિક સંસ્થા તરીકે કામ કરતી સર્વોદય બ્લડ બેન્ક દ્વારા વધુ એક સેવાકાર્યનો આરંભ કરવામાં આવ્યો છે. પાછલા બે વર્ષ દરમિયાન જે વ્યક્તિના મોત થયા છે અને તેમના અંતિમ સંસ્કાર ભવનાથમાં આવેલા સોનાપુર મુક્તિધામમાં થયેલા છે. તેવા 15 હજાર કરતાં વધુ મૃત આત્માઓના અસ્થિઓનું દર્શન આજથી બે દિવસ સુધી જૂનાગઢમાં આઝાદ ચોક સ્થિત આવેલી સર્વોદય બ્લડ બેંકના કાર્યાલય ખાતે તમામ અસ્થિ કળશો પૂજન અને તેના દર્શનાર્થે મૂકવામાં આવ્યા છે. બે દિવસ સુધી આ અસ્થિ કુંભના દર્શન અને પૂજન પ્રત્યેક જૂનાગઢ વાસીઓ કરી શકે તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે. શુક્રવારની વહેલી સવારે તમામ અસ્થિ કળશ હરિદ્વાર સ્થિત ગંગાઘાટ પર લઈ જવામાં આવશે. જ્યાં રવિવારના વહેલી સવારે પંડિતોની હાજરીની વચ્ચે તમામ અસ્થિઓનું ધાર્મિક વિધિ વિધાન અને મંત્રોચ્ચાર સાથે પૂજન કરીને ગંગામૈયાના પ્રવાહિત જળમાં વિસર્જિત કરવામાં આવશે.
આ પણ વાંચોઃ વડોદરા: ટીમ રેવોલ્યુશન દ્વારા 44 મૃતકોની અસ્થિ વિસર્જન કરવામાં આવ્યું
આત્માઓને મોક્ષ માટેનું સેવા કાર્ય
કોરોના સંક્રમણ કાળમાં મૃતક વ્યક્તિના પરિવારજનો અસ્થિ લેવા માટે નહીં આવતા ન હતા જેથી આટલી મોટી સંખ્યામાં અસ્થિઓ એકત્ર છે. તારીખ 30/ 9/ 2019 થી ભવનાથમાં આવેલાસોનાપુર સ્મશાનમાં અંતિમ સંસ્કાર કરેલા અંદાજિત પંદર હજાર કરતાં વધુ મૃત વ્યક્તિઓની અસ્થિઓ અત્યાર સુધી સાચવી રાખવામાં આવી છે. પાછલા બે વર્ષથી કોરોના સંક્રમણને કારણે પણ મોતના આંકડાઓ ખૂબ વધી ગયા હતા. ત્યારે વાત જૂનાગઢની કરીએ તો કોરોના સંક્રમણને કારણે 271 જેટલા વ્યક્તિઓના મોત સરકારી ચોપડે નોંધાયા છે. તે સિવાયના તમામ મૃત વ્યક્તિઓના અસ્થિઓ જૂનાગઢ સ્મશાનમાં સાચવવામાં આવ્યા હતા. જેને આજથી બે દિવસ માટે જાહેર જનતાના દર્શનાર્થે મૂકવામાં આવ્યા છે. ત્યાર બાદ રવિવારના દિવસે હરિદ્વાર સ્થિત પવિત્ર ગંગા ઘાટમાં વિસર્જિત કરીને મૃત આત્માઓને મોક્ષ મળે તે માટેનું સેવા કાર્ય શરૂ કરૂ કરવામાં આવ્યું છે.