જામનગરમાં કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ કર્યો છે અને આગામી 26મી તારીખથી માસ CLનો કાર્યક્રમ અને 'વર્ક ટુ રૂલ' અને 2જી જુલાઈથી આંદોલન કરવાનો નિર્ણય કર્યો છે. 1980ના પરિપત્ર મુજબ ગુજરાત સરકારના કર્મચારીઓના પરિપત્ર અને નિયમો મળશે તેવી જોગવાઈ રાખવામાં આવેલી હતી તેમ છતાં હંમેશા માટે ગુજરાત સરકારના કર્મચારીઓને લાભ મળતો હોય છે તે ગુજરાત પાણી પુરવઠા અધિકારી કર્મચારીને મળતો નથી. જેમ કે, ગુજરાત સરકારના કર્મચારીઓને 1લી જાન્યુઆરી 2016 થી લાગુ કરવામાં આવ્યો હતો.
ગુજરાતમાં પાણી પુરવઠા બોર્ડના કર્મચારીઓને આ લાભો 2018થી આપવામાં આવ્યા હતા, એટલે કે 19 મહિનાનું એરિયર્સ હજી આજદીન સુધી બાકી છે. જ્યારે ગુજરાત પાણી પુરવઠા બોર્ડની મહત્તમ મર્યાદા રાખવામાં આવેલી છે. આમ ગુજરાત પાણી પુરવઠા બોર્ડના કર્મચારીને ગુજરાત સરકાર દ્વારા અન્યાય કરવામાં આવે છે તેવી જ રીતે ગુજરાતના હાલના તબક્કે 5મો પગાર પંચ પગાર પંચ લાગુ કરવામાં આવે છે.
એક સમાન હક ગુજરાત પાણી પુરવઠા બોર્ડના કર્મચારીઓને આજ-રોજ સુધી અપાયો નથી. અન્યાય સામે ગુજરાતમાં અધિકારી-કર્મચારી સાથે જોડાયા છે અને મંત્રીને પત્ર પાઠવી આગામી કાર્યક્રમોની રૂપરેખા નક્કી કરશે અને કાળો દિવસ મનાવવામાં આવશે. 26મી તારીખથી આ કાર્યક્રમ અને જુલાઈથી આંદોલન કરવામાં આવશે તેવું જણાવામાં આવ્યું છે.