વસંત પંચમીનું શુભ મુહૂર્ત હોવાથી મોટા ભાગના લોકો વસંત પંચમીનાં દિવસે જ લગ્ન કરવાનું ઈચ્છતા હોઈ છે. જામનગરમાં 27 જેટલી સતવારા સમાજની દીકરીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા છે. આમ તો સમૂહ લગ્નથી ખર્ચ પર કાપ આવે છે સાથે-સાથે સમાજમાં એક સારો મેસેજ જાય તેવા ઉદ્દેશથી સતવારા સમાજ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યુ છે.
તમામ 27 દીકરીઓને સતવારા સમાજ દ્વારા કરિયાવર આપવામાં આવ્યો હતો. તેમજ સમાજનાં તમામ લોકોનું સમૂહ ભોજન પણ રાખવામાં આવ્યુ હતુ. મોટી સંખ્યામાં લોકો સમૂહ લગ્નમાં આવ્યા હતા. તો સ્થાનિક ધારાસભ્ય વલ્લભ ધરાવીયા પણ સમૂહ લગ્નમાં ઉપસ્થિત રહ્યા હતા. સમાજનાં આગેવાનો સંતો મહંતો પણ આશિર્વાદ આપવા આવ્યા હતા.