- જામનગર મતદાન યાદીમાં સુધારણા ઝુંબેશ પૂરજોશમાં ચાલુ
- યુવા મતદારો વધુ મતદાન યાદીમાં પોતાનું નામ નોંધાવે તેવી ઝુંબેશ
- જિલ્લામાં શનિવાર અને રવિવારે બે દિવસમાં ઝુંબેશ શરૂ કરવામાં આવી
જામનગર: જિલ્લામાં હાલ મતદાન સુધારણા ઝુંબેશ પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે જામનગર જિલ્લા કલેકટર(Jamnagar District Collector)ડૉ.સોરભ પારધી દ્વારા આજરોજ વિવિધ સ્કૂલોની મુલાકાત લેવામાં આવી છે અને અહીં સ્થિતિનું નિરિક્ષણ કરવામાં આવ્યું છે. ખાસ કરીને યુવા મતદારો(Young voter registration ) વધુમાં વધુ મતદાન યાદીમાં (Voter list 2021) પોતાનું નામ નોંધાવે તે માટે હાલ શનિવાર અને રવિવારના રોજ સમગ્ર જિલ્લામાં ઝુંબેશ(Voter list reform in Jamnagar ) ચલાવવામાં આવી રહી છે.
જિલ્લા કલેકટરની ETV Bharat સાથેની ખાસ વાતચીત
જોકે અમુક મતદારોના નામમાં ભૂલ, મતદારોના એડ્રેસમાં કે જન્મતારીખ સહિતની ભૂલોને સુધારવા (Voter list reform in Jamnagar ) માટે પણ હાલ કાર્યક્રમ પૂરજોશમાં ચાલી રહ્યો છે. ત્યારે ખાસ કરીને જે યુવા મતદારો છે(Young voter registration ) તે યુવા મતદારો વધુમાં વધુ પોતાના નામની નોંધણી કરે તેવા ઉદ્દેશથી સમગ્ર જિલ્લામાં હાલ મતદાન સુધારણા ઝુંબેશ શરૂ કરવામાં આવ્યું છે ETV Bharat સાથેની વાતચીતમાં કલેકટર ડૉ.સોરભ પારધી જણાવ્યું કે (Voter list 2021) લોકો વધુમાં વધુ જાગૃત બને અને આગામી ચૂંટણીમાં સારું મતદાન થાય તેમજ યુવા મતદારો પોતાના નામની નોંધણી કરાવે તેવા ઉદ્દેશથી શરૂ કરવામાં આવી છે.
સમગ્ર જિલ્લામાં મતદાન સુધારણા ઝુંબેશ
જામનગર જિલ્લામાં શનિવાર અને રવિવારે બે દિવસમાં ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જેના અનુસંધાને આજરોજ કલેક્ટરે નેશનલ કોલેજ ની મુલાકાત લીધી હતી. તેમણે અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી ખાસ કરીને કોલેજના વિદ્યાર્થીઓ પોતાનું નામ મતદાર યાદીમાં નોંધણા કરાવે તેવો આગ્રહ પણ કર્યો હતો.
આ પણ વાંચોઃ Gurugram Namaz Dispute: હિન્દુ સંગઠને ફરી હનુમાન ચાલીસાના પાઠ કરીને વિરોધ કર્યો
આ પણ વાંચોઃ Gir Safari Park : ગીરમાં સિંહોની થતી પજવણી મામલે ગુજરાત હાઇકોર્ટ લાલઘૂમ, લાયન સફારીમાં ઘટાડો કરવા સૂચન