ETV Bharat / state

જામનગરની સ્નેહા અને સલોનીએ લીધી દીક્ષા - જૈન યુવતી

જામનગરમાં આજે જૈનસમાજની બે યુવતીઓએ સંસારનો ત્યાગ કરી અને મોક્ષ પ્રાપ્તિના માર્ગે પ્રયાણ કર્યું હતું. સ્નેહા અને સલોની નામની બે જૈન યુવતીઓના વર્ષીદાનના વરઘોડામાં જામનગરનો જૈનસમાજ ઉમંગભેર જોડાયો હતો.

જામનગર
જામનગર
author img

By

Published : Mar 6, 2021, 8:57 PM IST

  • જામનગરમાં બે યુવતીઓએ લીધી દીક્ષા
  • સંસારનો ત્યાગ કરી સંયમના પથે કર્યું પ્રયાણ
  • વર્ષીદાનના વરઘોડામાં ઉમટ્યો જામનગરનો જૈનસમાજ

જામનગરઃ શહેરના રાજમાર્ગો પર દીક્ષા મેળવનાર સ્નેહા અને સલોનીનો ભવ્યાતિભવ્ય વર્ષીદાનનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો. જામનગરની સ્નેહાને સલોનીએ મહાભિનિષ્ક્રમણના માર્ગે પ્રયાણ કર્યું છે ત્યારે તેમની દીક્ષાનો કાર્યક્રમનું ત્રણ દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું. તા.10-3-2021ના રોજ રૂની મુકામે ગચ્છાધિપતિ આચાર્યદેવ કલ્પજય સૂરીશ્ર્વરજી મ.સા. તથા (સંસારી બંધુ) કુલદીપક પન્યાસપ્રવર શીલરત્નવિજયજી મ.સા.ની નિશ્રામાં સ્નેહા તથા સલોની શૌર્યવંતા મહાભિષ્કિમણના માર્ગે પ્રયાણ કરતા હોઇ ત્રિદિવસીય રત્નત્રયી મહામહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

જામનગરમાં ત્રિદિવસીય રત્નત્રયી મહામહોત્સવનું આયોજન

આ પણ વાંચોઃ હીરાના વેપારીની 18 વર્ષીય દીકરીએ દીક્ષા ગ્રહણ કરી સંયમનો માર્ગ અપનાવ્યો

રાજમાર્ગો પર વર્ષીદાન વરઘોડોનું આયોજન

જે અંતર્ગત વર્ષીદાન વરઘોડો- બેઠું વર્ષીદાનનું આયોજન કરવામાં આવ્યું હતું. જામનગરના વિવિધ રાજમાર્ગ ઉપર આ વર્ષીદાનનો વરઘોડો નીકળ્યો હતો જેમાં લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. દેવબાગ ઉપાશ્રયે બેઠું વરસીદાન યોજાયું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.