- ધ્રોલમાં ટેન્કર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો
- અકસ્માતમાં બેનાં મોત થયા
- હોસ્પિટલમાં લઈ જવામાં આવે તે પહેલા ઘટના સ્થળે જ મોત થયું
જામનગર: ધ્રોલમાં ટેકાના ભાવે ચણા વેચવા આવનારા ખેડૂત અને મજૂરને નડ્યો અકસ્માત છે. ધ્રોલના ત્રિકોણ બાગ પાસે પુર ઝડપે આવી રહેલા ટેન્કરે ટ્રેક્ટરને અડફેટે લીધું હતું અને ટ્રેક્ટરમાં સવાર મજુર મગનભાઈ અને વાડીના માલિક ભૂપતભાઈને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. જોકે બન્નેનું હોસ્પિટલમાં લઈ જવામાં આવે તે પહેલા ઘટના સ્થળે જ મોત થયું છે.
આ પણ વાંચો : રાજકોટમાં કાર અને બાઈક વચ્ચે અકસ્માત
અકસ્માતમાં વાડીના માલિક ભુપતભાઇ અને મજુર મગનભાઈનું મોત થયું
ધ્રોલના ત્રિકોણ બાગ પાસે થયેલા ગંભીર અકસ્માતમાં બે વ્યક્તિના મોત થયા છે. જોકે મૃતક ભૂપતભાઈના ભાઈએ પોલીસ ફરિયાદ નોંધાવી છે અને પોલીસે ટેન્કર ડ્રાઇવરની અટકાયત કરીને ગુનો દાખલ કર્યો છે.
આ પણ વાંચો : થરાદ સાચોર હાઇવે પર અકસ્માતમાં બે યુવકોના મોત, 1ની હાલત ગંભીર
ધ્રોલ ત્રિકોણ ખાતે ટ્રેક્ટર અને ટેન્કર વચ્ચે થયો અકસ્માત
અત્રે ઉલ્લેખનીય છે કે, ખેડૂત અને મજુર વાડીએથી ચણા ભરી યાર્ડમાં આવી રહ્યાં હતા. તે દરમિયાન પુર ઝડપે આવી રહેલા ટેન્કરે ટેક્ટરને અડફેટે લેતા ટેક્ટર રોડથી દૂર ફગોળાઈ ગયું હતું. જેમાં ખેડૂત અને મજુરનું ઘટના સ્થળે જ મોત થયું છે. ટેન્કરે ટ્રેક્ટરને અડફેટે લીધું હતું. પોલીસે ટેન્કર ચાલકની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે.