- આજે 6 એપ્રિલને મંગળવારે ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ ડે છે
- જામ રણજીતસિંહના નામે રણજી ટ્રોફી પણ રમાઈ છે
- જામનગરમાં જન્મેલા ક્રિકેટરોએ ભારતીય ટીમમાં મહત્વનું યોગદાન આપ્યું છે
- ગુજરાતનું પ્રથમ સ્પોર્ટ્સ મ્યુઝિયમ જામનગરમાં બનાવવાની જાહેરાત સરકારે કરી
આ પણ વાંચોઃ કચ્છના ઉભરતા ક્રિકેટરો અંગેનો ETV BHARATનો ખાસ અહેવાલ
જામનગર: આજે 6 એપ્રિલને મંગળવારે ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ ડે છે. જામનગરને ક્રિકેટનું મક્કા કહેવામાં આવે છે. રણજીતસિંહથી લઈને રવિન્દ્ર જાડેજા જેવા મહાન ક્રિકેટરો જામનગરે આપ્યા છે. જામનગરના ક્રિકેટરોએ ભારતીય ટીમમા મહત્વનું યોગદાન આપ્યું છે. જામ રણજીતસિંહના નામે રણજી ટ્રોફી પણ રમાઈ છે, વીનું માંકડ, સલીમ દુરાની, અજય જાડેજા, અજીતસિંહ સહિતના મહાન ક્રિકેટરો જામનગરમાં જ જન્મ્યા છે.
જામનગરમાં ક્રિકેટ બંગલામાં નાનું સ્ટેડિયમ છે
ગુજરાત ક્રિકેટ એસોસિએશનના સહયોગથી જામનગરના ક્રિકેટ બંગલામાં આવેલા મેદાનમાં નાનાં બાળકોને ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. હાલ 650 જેટલા બાળકો અહીં પ્રેક્ટિસ કરી રહ્યા છે.
આ પણ વાંચોઃ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ઓફલાઇન બુકિંગ ટિકિટનું રિફંડ કાર્ય શરૂ
જામનગરના લોકોએ અગાઉ પણ સ્ટેડિયમ માટે રજૂઆત કરી હતી
જામનગરના બાળકોને સારૂં સ્ટેડિયમ મળી રહે તે માટે અનેક લોકોએ રાજ્ય સરકારને રજૂઆત કરી છે. જો કે, ગુજરાત સરકારે સ્ટેડિયમને બદલે ગુજરાતનું પ્રથમ સ્પોર્ટ્સ મ્યુઝિયમ જામનગરમાં બનાવવામાં આવશે તેવી જાહેરાત કરી છે. જામનગરમાં વહેલી સવારથી સાંજ સુધી રોજ 650 જેટલા યુવક-યુવતીઓ પ્રેક્ટિસ કરતા હોય છે.