- જામનગરના બેરાજામાં માતા પુત્રીના કૂવામાં પડી જતા મોત થયા
- અંધારામાં અકસ્માતે ખુલ્લા કૂવામાં પડી જતાં મોત થયાં
- કપાસ વિણવા ખેતરમાં ગયા હતા મા-પુત્રી
જામનગર: જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના બેરાજા ગામની સીમા અકસ્માતે માતા અને પુત્રી કૂવામાં પડી જતા બન્નેનાં મોત થયા છે. છગનભાઈની વાડીમાં ખેત મજૂર તરીકે કામ કરતા આદિવાસી પરિવારના જમનાબેન ભુરિયા અને તેની સાત મહિનાની પુત્રીને સાથે લઈને કપાસ વિણવા નીકળ્યા બાદ સવારના સાડા છ વાગ્યા આસપાસ અંધારામાં ઊંડા કૂવામાં પડી જતાં ડૂબી જવાથી બંનેના મોત થયા છે.
પોલીસે બન્ને મૃતદેહનો કબજો લઈ વધુ તપાસ હાથ ધરી
મુળ મધ્યપ્રદેશના અલીરાજપુરના વતની અને હાલ જોડિયા તાલુકાના બેરાજા ગામમાં રહેતા છગન ભાઈ અરજણભાઈ કમાણીની વાડીમાં ખેત મજૂરી કરતાં નાનકાભાઈ ભુરીયાના આદિવાસી શ્રમિક પત્ની જમનાબેન ઉંમર વર્ષ 25 તેમજ તેની સાત મહિનાની પુત્રી લક્ષ્મી બંનેનું અકસ્માતે કૂવામાં પડી જતાં અને ડૂબી જવાના કારણે મોત થયા હતા. ઘટનાની ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો તાત્કાલીક ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને બન્ને મૃતદેહોનો કબજો લઈ વધુ તપાસ હાથ ધરી છે.