ETV Bharat / state

જામનગરના ખીલોસમા તંત્રએ ગૌચરની જમીન પરથી દબાણ હટાવ્યું - Jamnagar

જામનગર જિલ્લાના ખીલોસ ગામમાં મંગળવારે 10 વાગ્યે તાલુકા વિકાસ અધિકારીની આગેવાનીમાં ગૌચર જમીન પર દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી.

jamnagar
જામનગરના ખીલોસમા તંત્રએ ગૌચરની જમીન પરથી દબાણ હટાવ્યું
author img

By

Published : Nov 3, 2020, 5:22 PM IST

  • ખીલોસમાં ભારે પોલીસ બંદોબસ્ત સાથે ગોચરની જમીન પરથી દબાણ હટાવ્યું
  • છેલ્લાં 20 વર્ષથી ગોચરની જમીન પર 14 જેટલા ઈસમોએ કર્યો હતો કબજો
  • જિલ્લાના મોટાભાગના ગામડાઓમાં ગોચરની જમીન પર થયા છે કબજા

જામનગર : જિલ્લાના ખીલોસ ગામમાં મંગળવારે 10 વાગ્યે તાલુકા વિકાસ અધિકારીની આગેવાનીમાં ગૌચર જમીન પર દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી.

અગાઉ ગ્રામજનોને આપવામાં આવી હતી નોટિસ

ઉલ્લેખનીય છે કે, દબાણકર્તાઓએ તંત્રને સહયોગ આપ્યો હતો. જો કે, આ જમીન દબાણની મેટર કોર્ટમાં ચાલી રહી છે. સૂઝલોન પવનચક્કી દ્વારા પણ ગૌચર જમીન પર દબાણ કર્યું હોવાનો ગ્રામજનોનો આક્ષેપ છે. જોકે, 26 હેકટર જેટલી જમીન પર ગ્રામજનોએ છેલ્લા 20 વર્ષથી દબાણ કર્યું હતું. ત્યારે તાલુકા વિકાસ અધિકારીએ પોલીસ બંદોબસ્ત સાથે બે JCBની મદદથી દબાણ દૂર કર્યું હતું. જોકે, જામનગર જિલ્લાના મોટા ભાગના ગામડાઓમાં હજુ પણ ગોચર જમીનો પર માથા ભારે શખ્સોએ દબાણ કર્યા છે.

જિલ્લાના અન્ય ગામડાઓમાં ક્યારે થશે દબાણ દૂર

જોકે, ગ્રામજનો આક્ષેપ લગાવી રહ્યા છે કે, ગોચરની જમીન પર સુજલોન નામની પવન ચક્કીના ગેરકાયદેસર થાંભલા ખડકી દેવા માટે તેઓની જમીન ખાલી કરાવવામાં આવી રહી છે. જોકે, તેઓ હાઈકોર્ટમાં પણ રિટ કરી છે. તેમજ કેસ ચાલી રહ્યો છે. ત્યારે તંત્રે ભેદભાવની નીતિ અપનાવી અમૂક લોકોને નોટિસ આપી છે અને અમુકના દબાણો દૂર કર્યા છે. જ્યારે અમુકના દબાણો હજુ જેમના તેમ જોવા મળી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.